Gujarati News

Gujarati News

News of Friday, 30th October 2020

સી પ્લેન નજીક રિવરફ્રન્ટની સુરક્ષામાં કચ્છના કમાન્ડો સામેલ

નરેન્દ્રભાઇના કાર્યક્રમોમાં અચાનક ફેરફારના પગલે અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ દ્વારા તાકીદે ધરતી..આકાશ અને જમીનની સુરક્ષામાં ધરમૂળથી ફેરફાર રાતોરાત કરી નાખ્યા : વહેલી પરોઢે ગાંધીનગરમાં રેન્જ વડા અભયસિહ ચુડાસમા ટીમ દ્વારા રિહર્સલ થયું: નેગેટિવ રીપોર્ટ ચેક કર્યા બાદ જ અધિકારીઓ સ્ટાફને જોડ્યાઃ અનુપમસિંહ ગેહલોત સતત સેન્ટ્રલ આઇબી અને પીએમઓ સાથે સંકલનમાં.. હરિકૃષ્ણ પટેલના માર્ગદર્શનમાં એસપી સૌરભ તોલમંબિયા અને ડીસીપી મનોહરસિંહ જાડેજા સહિતના અધિકારીઓ સતત કાર્યરત નજરે પડી રહ્યા છે

 રાજકોટઃ તા.૩૦,પૂર્વ મુખ્ય મંત્રી કેશુબાપાનું નિધન થતાં વડાપ્રધાનના કાર્યક્રમમાં મોટી ફેર બદલી થવાના પગલે અમદાબાદ ગાંધીનગર અવ્યા બાદ કેવડિયા જવા સાથે તેવો અહિથીજ પરત જનાર હોવાના પગલે સુરક્ષા ચક્રમાં મોટા ફેરફારો સાથે ધરતી આકાશ અને જમીન પર અભેદ સુરક્ષા ચક્ર રચ્ચું છે.

ભૂતકાળમાં ગુપ્તચર વિભાગના ફરજ બજાવવા સાથે પીએમ બંદોબસ્ત સાંભળી ચૂકેલા અહમદાબાદના d g p લેવેલ ના પોલીસ કમિશનર સંજય શ્રી વાસ્તવ દ્વારા વડાપ્રધાન દિલ્હી પરત ન જાય ત્યાં સુધી આકાશમાં ડ્રોન તથા અન્ય તાલીમી વિમાનો ઉડાડવા પર પ્રતિબંધ મુકાયો છે તેમ 'અકિલા' સાથેની વાતચીતમાં જણાવ્યું છે. રિવફ્રન્ટ પર c plain હોવાથી સાબરમતી નદી મા કચ્છથી ખાસ કમાન્ડો અત્યારે બાજ નજર રાખી રહ્યા છે.

દરમિયાન પીએમ બંદોબસ્તમા જોડાનાર તમામ સુરક્ષા સ્ટાફ અધિકારીઓના સામૂહિક કોરોના ટેસ્ટ કરી જેવો નેગેટિવ રિપોર્ટ હોય તેવા અધિકારીઓ સ્ટાફ બંદોબસ્તમાં સામેલ કરવામાં આવ્યા છે.  બીજી તરફ ગાંધીનગરમાં પણ રેન્જ વડા અભયસિંહ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ વહેલી સવારે રિહર્સલ થયું હતું.

 અત્રે એ યાદ રહે કે કેવડિયા જતા અગાઉ જે રીતે કેશુબાપાના પરિવાર સાથે એક યુગના ગુજરાતી સુપર સ્ટાર મહેશ નરેશના નિવાસસ્થાને શ્રધ્ધાંજલી અર્પી હતી.

કાલે નરેન્દ્રભાઇ એકતા પરેડ ની સલામી ઝીલવવાના છે તેની તમામ જવાબદારી ગુજરાત  બીએસએફના વડાં જી.એસ. માલિક સાંભળી રહ્યા છે. બીએસએફ કેમઅલ બેન્ડ દ્વારા ૨૧ બુગલોની સલામી આપશે ત્યારે અભૂત પૂર્વ દ્રશ્યો સર્જાશે.

કેવડિયા આજે રાતે જાણે દિવસ ઉગયો હોય તેવા દ્રશ્યો સર્જાશે. વડોદરા રેન્જ વડા હરિકૃષ્ણ પટેલ.. સરહદી સુરક્ષા અને પીએમ બંદોસ્તના અનુભવી સીઆઇડી એસપી સૌરભ તોલંબ્યા અને પીએમ બંદોબસ્ત ખૂબ કુનેહથી સંભાળી ચૂકેલા રાજકોટ ડીસીપી મનોહરસિહ જાડેજા વિગેરે સતત કાર્યશિલ નજરે પડી રહ્યા છે.ગુપ્તચર વડા અનુપમ સિહ ગેહલોત સતત સેન્ટ્રલ આઇબી અને પીએમઓ સાથે સતત સંકલન સાધી રહ્યા છે.

(2:42 pm IST)
  • આતંકવાદ સામેની લડાઈમાં ભારત ફ્રાન્સની સાથે છે : ફ્રાન્સના ચર્ચ ઉપર થયેલા આતંકી હુમલા બાબતે વડાપ્રધાન શ્રી મોદીનો સ્પષ્ટ અભિપ્રાય : ચાકુથી કરાયેલા હુમલાથી માર્યા ગયેલા 3 લોકો પૈકી એક મહિલાનું માથું ધડથી અલગ કરી દેવાયું હતું : ફ્રાન્સમાં છેલ્લા 2 મહિનામાં સતત ત્રીજા હુમલાથી સમગ્ર વિશ્વમાં પ્રકોપ access_time 8:53 pm IST

  • દેશમાં કોરોનાના એક્ટીવ કેસનો આંકડો 6 લાખની અંદર સરક્યો : નવા કેસની સંખ્યામાં એકધારો ઘટાડો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં છેલ્લા કેટલાય દિવસોથી સતત વધારો:રાત્રે 12 -30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 48,692 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 80, 87,976 થયો :એક્ટીવ કેસ ઘટીને 5,93,698 થયા:વધુ 57,709 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 73, 71,748 રિકવર થયા :વધુ 561 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,21,130 થયો access_time 1:05 am IST

  • દેશમાં કોરોના કેસનો આંકડો 81 લાખને પાર પહોંચ્યો : જોકે નવા કેસની સંખ્યામાં એકધારો ઘટાડો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં છેલ્લા કેટલાય દિવસોથી સતત વધારો:રાત્રે 12 -30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 48,117 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 81,36,166 થયો :એક્ટીવ કેસ ઘટીને 5,82,160 થયા:વધુ 59,005 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 74,30,911 રિકવર થયા :વધુ 550 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,21,681 થયો access_time 1:04 am IST