Gujarati News

Gujarati News

News of Friday, 30th October 2020

કાયર પાકિસ્તાનીઓએ પાપોની ભારે કિંમત ચુકવવી પડશે

કાશ્મીરમાં કાર્યકર્તાઓની હત્યા પર બીજેપી લાલચોળ

નવી દિલ્હી, તા.૩૦: જમ્મુ-કાશ્મીરના કુલગામમાં ભાજપ કાર્યકર્તાઓની હત્યા પર પાર્ટીએ આક્રોશ વ્યકત કર્યો છે. એક દિવસ બાદ કાર્યકર્તાઓના મોત પર દુઃખ વ્યકતા કરતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ રવિંદર રૈનાએ કહ્યું કે પાકિસ્તાને પોતાના પાપોની ભારે કિંમત ચૂકવવી પડશે. તેમણે કહ્યું કે એક-એકને પકડી-પકડીને મારીશું. રૈનાએ કહ્યું કે તેઓ (મૃતક) બહાદુર ભાજપ કાર્યકર્તા હતા. ભારત માતા માટે તેમની શહીદી બેકાર જશે નહીં. કાયર પાકિસ્તાનીઓને પોતાના પાપોની ભારે કિંમત ચૂકવવી પડશે. એક-એક ગુનેગારોને મોતને ઘાટ ઉતારાશે.

આપને જણાવી દઇએ કે ગુરૂવારના રોજ ભાજપના ત્રણ કાર્યકર્તાઓની કાશ્મીરમાં હત્યા કરી દીધી. મૃતક કાર્યકર્તાઓની ઓળખ ફિદા હુસૈન યાતૂ, ઉમર રાશિદ બેગ અને ઉમર રમઝાન હજામ તરીકે થઇ છે. ભાજપ સિવાય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ઘટનાની આકરી નિંદા કરી છે. કાર્યકર્તાઓની હત્યાની જવાબદારી ધ રેજિસ્ટેંસ ફ્રન્ટ (TRF)એ લીધી છે.

મળતી માહિતી પ્રમાણે ભાજપ યુવા મોર્ચાના મહાસચિવ ફિદા હુસૈન પોતાના બે સાથીઓ ઉમર રમઝાન અને હારૂન બેગની સાથે દ્યર તરફ જઇ રહ્યા હતા. રસ્તામાં વાઇકે પોરા વિસ્તારમાં ઘાત લગાવીને બેઠેલા આતંકીઓએ તેમની કાર પર ગોળી વરસાવાનું શરૂ કરી દીધું. હુમલો કર્યા બાદ આતંકી ગુમ થઇ ગયા. સ્થળ પર પહોંચી પોલીસે નેતાઓને હોસ્પિટલમાં દાખલ કર્યા જયાં સારવાર દરમ્યાન ત્રણેયના મોત થઇ ગયા.

પોલીસ સેનાની સાથે મળીને વિસ્તારના એક-એક ઘરની ચકાસણી કરી રહ્યું છે. કહેવાય છે કે આતંકી એક વાહન પર સવાર થઇને આવ્યા હતા. હુમલો કર્યા બાદ સ્થળ પરથી ભાગી ગયા. ઉલ્લેખનીય છે કે આની પહેલાં પણ ઘાટીમાં કેટલાંય ભાજપ નેતાઓ પર આતંકી હુમલો કરીને મોતને દ્યાટ ઉતારાઇ ચૂકયા છે. તેના લીધે ડરીને કેટલાંય ભાજપના પદાધિકારી પોતાના પદ પરથી રાજીનામું પણ આપી ચૂકયા છે.

(12:47 pm IST)