Gujarati News

Gujarati News

News of Friday, 30th October 2020

અમેરિકાના ડો.ફૌસીનો દાવો

ડિસેમ્બરના અંત કે જાન્યુઆરીના પ્રારંભે રસી

વોશિંગ્ટન,તા.૩૦: કોરોના વાયરસની રસી અંગે અમેરીકાના સીનીયર સંક્રમણ રોગ નિષ્ણાંત ડોકટર એન્થની ફોસીએ ટુંક સમયમાં જ કોરોનાની રસી મળી જવાની આશા દર્શાવી છે. તેમણે કહ્યું કે જો બધુ બરાબર રહ્યુ તો ડીસેમ્બરના અંત અથવા જાન્યુઆરીની શરૂઆતમાં કેટલાક વધુ જોખમવાળા અમેરિકનો માટે એક સુરક્ષિત અને અસરદાર કોરોના વાયરસની રસીઓ પહેલો ડોઝ ઉપલબ્ધ થઇ જશે.

ઉલ્લેખનીય છે કે ડો.ફોસી આ પહેલા પણ કોરોનાની રસી અંગે આવી જ આશા દર્શાવી ચૂકયા છે. તે કાયમ અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પના નિશાન પર રહ્યા છે. હાલમાં જ ટ્રમ્પે તમને બેવકૂફ પણ ગણાવ્યા હતા. કોરોનામાંથી સાજા થયેલ ટ્રમ્પને માસ્ક પહેરવાની સતત સલાહ આપીને રાષ્ટ્રપતિને ગુસ્સે કરનાર ડોકટર ફોસી જેવા સન્માનીય વ્યકિતને ટ્રમ્પને બેવકૂફ પણ કરી નાખ્યા હતા.

ટ્રમ્પે કહ્યુ હતુ કે લોકો હવે ડોકટર ફોસી અને આવા બધા બેવકૂફોની વાતો સાંભળીને થાકી ગયા છે. ફોસી જેટલી વાર ટીવીમાં આવે છે એટલી વાર એક બોમ્બ ફોડી નાખે છે. પણ જો તેમને કાઢી મુકીએ તો વધુ મોટો બોમ્બ ફુટશે, ફોસી એક તબાહી છે.

(11:27 am IST)