Gujarati News

Gujarati News

News of Friday, 30th October 2020

લગ્ન માટે દુબઇથી કેરળ લવાયું ડોગી : ૨૬ કલાક કરી મુસાફરી : ૧.૭૫ લાખનો ખર્ચ

દુબઇથી ફલાઇટમાં બેંગ્લોર અને ત્યાંથી ગાડીમાં કેરળ લવાયું

કોટ્ટયમ, કેરળ,તા. ૩૦: કલાકોની મુસાફરી કરીને એક કૂતરૃં દુબઈથી બેંગલુરૂ પહોંચ્યું અને ત્યારપછી તે ગાડીમાં કેરળ માલિકના ત્યાં પહોંચ્યું. આ કૂતરું હાલ ૭ વર્ષનું છે અને જયારે તે એક મહિનાનું હતું ત્યારથી રૂપા કુરિયન અને તેમના દીકરી માલવિકા કુરિયન સાથે દુબઈમાં રહેતું હતું. જયારે રૂપા કુરિયન અને તેમના દીકરી માલવિકા કુરિયન દુબઈથી કેરળ આવ્યા ત્યારે સાથે કૂતરું લઈને આવ્યા નહોતા.

હવે જયારે ડિસેમ્બરમાં રુપા કુરિયનની દીકરી માલવિકાના કેરળમાં લગ્ન છે ત્યારે કૂતરું તે સમયે કેરળમાં હાજર રહે તે માટે તેને દુબઈથી ફ્લાઈટમાં લવાયું. આ પાછળ પરિવારને રૂપિયા ૧ લાખ ૭૫ હજારનો ખર્ચો થયો છે. આ વિશે વાત કરતા રુપા કુરિયને જણાવ્યું કે હું અને મારી દીકરી લોકડાઉનમાં દુબઈથી કેરળ પરત આવ્યા હતા. પરંતુ, કૂતરાને સાથે લાવી શકયા નહોતા. અમે આ કૂતરાને દુબઈમાં મારી બહેનના ઘરે મૂકીને આવ્યા હતા.

આખરે ઘણાં પ્રયાસ બાદ આ કૂતરાને દુબઈથી કેરળ લાવવામાં આવ્યું, કુલ ૨૬ કલાકની મુસાફરી પછી આ કૂતરું કેરળ આવી પહોંચ્યું છે. સૌપ્રથમ દુબઈથી આ કૂતરું ફ્લાઈટમાં બેંગલુરુ આવી પહોંચ્યું હતું કે જયાં પ્રાણીઓના ડોકટરની મેડિકલ ટીમે તેની તપાસ કરી. પછી આ કૂતરાને ગાડીમાં કેરળ સુધી દ્યરે લાવવામાં આવ્યું. આ વિશે વાત કરતા તે કૂતરાના માલિક રુપા કુરિયને જણાવ્યું કે કૂતરાએ દુબઈથી કેરળની મુસાફરી દરમિયાન ફૂડ લીધું નહોતું. જયારે તેને બેંગલુરુથી કેરળ ગાડીમાં લાવવામાં આવ્યું ત્યારે દર ૫ કલાકે ગાડી ઊભી રાખીને કૂતરાને થોડું ફેરવવામાં આવ્યું હતું.

તેમણે કહ્યું કે ઘણી ઓછી ફ્લાઈટમાં કૂતરા માટેનો અલગ વિભાગ હોય છે. અને ભારતમાં ઘણાં ઓછા એરપોર્ટ પર એ પ્રકારની સુવિધા છે કે જયાં કૂતરાને પણ પેસેન્જરની માફક કિલયરિંગ કરવામાં આવે છે. આ કૂતરું દુબઈથી કેરળ આવી ગયું છે અને હવે અમારી સાથે છે.

(10:15 am IST)