Gujarati News

Gujarati News

News of Tuesday, 30th October 2018

ઓટિઝમનો ભોગ બનતા વિશ્વના 100 મિલિયન જેટલા લોકો માટે મદદરૂપ થનારી મોબાઈલ એપ : તનાવ ઘટાડનારી આ એપના સર્જન બદલ યુ.એસ.ના કેલિફોર્નિયામાં આવેલી હાઇસ્કૂલની 3 ઇન્ડિયન અમેરિકન બાલિકાઓની ટીમએ ટેકનોવેશન ચેલેન્જ 2018 ની ફાઇનલ યાદીમાં સ્થાન મેળવ્યું

કેલિફોર્નિયા :યુ.એસ.માં  કેલિફોર્નિયાના સાન ફ્રાન્સિસ્કો બે એરિયામાં આવેલી મોન્ટે વિસ્ટા હાઇસ્કૂલની ઇન્ડિયન અમેરિકન સ્ટુડન્ટ્સની ટીમએ ટેકનોવેશન ચેલેન્જ 2018 માં સીનીઅર ડિવિઝન  સ્પર્ધાની ફાઇનલ યાદીમાં સ્થાન હાંસલ કર્યું છે.ટીમમાં  રિયા દોશી,હરિની અનુમુંગમ,તથા એશા રામકુમારનો સમાવેશ થાય છે.

 ત્રણે બાલિકાઓએ તનાવ ઘટાડવા માટેની મોબાઈલ એપ બનાવી છે.જેણે 20 હજાર સ્પર્ધકો વચ્ચેની સ્પર્ધામાં ફાઇનલ લિસ્ટમાં સ્થાન મેળવ્યું છે.એપ વિશ્વમાં ઓટિઝમનો ભોગ બનેલા 100 મિલિયન જેટલા લોકોને મદદરૂપ થશે.

(12:15 pm IST)