Gujarati News

Gujarati News

News of Tuesday, 30th October 2018

૨૬ જાન્યુઆરી માટે નવો મહેમાન શોધવા માટે દિવસ રાત એક કરી રહી છે મોદી સરકાર

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આમંત્રણને નકારી કાઢયું

નવી દિલ્હી તા. ૩૦ :  અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગણતંત્ર દિવસ ઉપર ચીફ ગેસ્ટ તરીકે આવવા માટે મોદી સરકારના આમંત્રણને નકારી કાઢ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે, ભારતના રાશિયા સાથે થયેલી S-400 મિસાઇલ ડીલ અને ઇરાનને કરારના કારણે ડોનાલ્ડ પ્રશાસને આ નિર્ણય કર્યો છે. અંત સમયે જ ટ્રમ્પે ભારતનું આમંત્રણ ઠુકરાવી દીધું હતું. સરકાર ઉપર દબાણ છે કે આટલા ઓછા સમયમાં ટ્રમ્પની જગ્યાએ ગણતંત્ર દિવસ સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે કોને બોલાવી શકાય?

સુત્રોના જણાવ્યા પ્રમાણે ડોનાલ્ડ ટ્રમ્પના વિકલ્પ તરીકે સરકાર ત્રણ દેશોના રાષ્ટ્રાધ્યક્ષોના નામ ઉપર વિચાર કરી રહી છે જેમાં આફ્રિકી દેશના પ્રમુખના નામનો સમાવેશ થાય છે. જેને ટ્રમ્પની જગ્યાએ રિપ્લેશ કરી શકાશે. સરકારના સુત્રોના જણાવ્યા પ્રમાણે અમારી પાસે ખુબ જ ઓછો છે અને ખુબ જ ઓછો સમય બચ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું રિપ્લેશમેન્ટ કોણ હશે? સરકાર એક બે દિવસમાં અંતિમ નિર્ણય લેશે.

સુત્રોએ એ પણ સંકેત આપ્યા છે કે ભારતને પહેલાથી આશા હતી કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એવો જ કોઇ નિર્ણય લેશે. કારણ કે, રશિયા સાથે થયેલી ડિફેન્સ ડીલ અને ઇરાનની સાથે ઓઇલ કરારને લઇને અમેરિકા પોતાની નારાજગી વ્યકત કરી હતી. જેને લઇને અમેરિકાએ પહેલાથી જ પોતાની નારાજગી વ્યકત કરી હતી.

ઉલ્લેખનીય છે કે, રવિવારે અમેરિકી અધિકારીઓએ ભારતના સુરક્ષા સલાહકાર અજીત ડોભાલને ચિઠ્ઠી મોકલીને ટ્રમ્પનો પ્રવાસ કન્સલ થવાની જાણકારી આપી હતી. આ ૨૬ જાન્યુઆરી દરમિયાન ટ્રમ્પનું સ્ટેટ ઓફ ધ યુનિયન (SOTU) સંબોધન અને કેટલાક રાજનિતિ કાર્યક્રમ નિર્ધારિત થઇ શકે છે.(૨૧.૬)

(10:16 am IST)