Gujarati News

Gujarati News

News of Saturday, 30th September 2023

નારી શક્‍તિ વંદન અધિનિયમને રાષ્‍ટ્રપતિની સ્‍વીકળતિ

૩૩ ટકા મહિલા આરક્ષણ બન્‍યો કાયદો

નવી દિલ્‍હી, તા.૩૦: મહિલા આરક્ષણ બિલ (નારી શક્‍તિ વંદન અધિનિયમ)ને રાષ્‍ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ શુક્રવારે (૨૯ સપ્‍ટેમ્‍બર) સ્‍વીકળતિ આપી દીધી છે. આ બિલ ૨૦ સપ્‍ટેમ્‍બરના લોકસભા અને ૨૧ સપ્‍ટેમ્‍બરના રાજ્‍યસભામાં  પાસ થયો. કોઈપણ બિલ સંસદના બન્ને સદનમાંથી પાસ થયા બાદ તેને રાષ્‍ટ્રપતિની સ્‍વીકળતિ માટે મોકલવામાં આવે છે જેથી તે કાયદો ઘડાઈ શકે.

આ કાયદો લાગુ થવા પર લોકસભા અને રાજ્‍યસભામાં મહિલાઓને ૩૩ ટકા અનામત મળશે. બિલના સંસદમાંથી પાસ થવા પર રાષ્‍ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કહ્યું હતું કે આ લૈંગિક ન્‍યાય માટે અમારા સમયની સૌથી પરિવર્તનકારી ક્રાંતિ હશે.

સંસદના ખાસ સત્રમાં પાસ થયું હતું મહિલા આરક્ષણ બિલઃ સરકારે તાજેતરમાં જ ૧૮થી ૨૨ સપ્‍ટેમ્‍બર સુધી સંસદનું ખાસ સત્ર બોલાવ્‍યું હતું. આ દરમિયાન બે ઐતિહાસિક કામ થયા. એક જૂના સંસદભવનમાંથી કામકાજ સંસદની નવી બિલ્‍ડિંગમાં ખસેડવામાં આવ્‍યું અને બીજું બન્ને સદનમાંથી મહિલા આરક્ષણ બિલ પાસ થયું.

સરકારે નારી શક્‍તિ વંદન અધિનિયમ વિધેયકના નામે મહિલા આરક્ષણ બિલને ૧૯ સપ્‍ટેમ્‍બરના રોજ લોકસભામાં રજૂ કર્યો હતો. સદનમાં બે દિવસ આ બિલ પર ચર્ચા ચાલી. મોટાભાગના દળોએ આ બિલનું સમર્થન કર્યું. ૨૦ સપ્‍ટેમ્‍બરના લોકસભામાં આ બિલના પક્ષમાં ૪૫૪ વોટ પડ્‍યા અને બે વોટ વિરોધમાં પડ્‍યા.

વિરોધમાં એઆઈએમઆઈએમ પ્રમુખ અને હૈદરાબાદ સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ વોટ નાખ્‍યો અને તેમની પાર્ટીના જ એક અન્‍ય સાંસદે વિરોધમાં મત આપ્‍યો હતો. આખરે લોકસભામાં બે તળતિયાંશ બહુમતથી બિલ પાસ થયું. ત્‍યાર બાદ બિલને બીજા જ દિવસે એટલે કે ૨૧ સપ્‍ટેમ્‍બરના રોજ રાજ્‍યસભામાં રજૂ કરવામાં આવ્‍યો, જ્‍યાં આના પક્ષમાં ૨૧૪ મત આપવામાં આવ્‍યા અને વિરોધમાં એક પણ મત આપવામાં આવ્‍યો નહીં.

કયાં સુધી લાગુ થશે મહિલા આરક્ષણ કાયદો?: અનેક વિપક્ષી દળોએ બિલનું સમર્થન તો કર્યું છે પણ આ લાગુ પાડવા માટે નક્કી કરેલી શરતોને લઈને સરકારની ટીકા કરી છે. હકીકતે, બિલની જોગવાઈ કહે છે કે આને જનગણના અને પરિસીમન પ્રક્રિયા પૂરી થયા બાદ લાગુ પાડવામાં આવશે. લોકસભા ચૂંટણી ૨૦૨૪ પછી જનગણના થશે અને ત્‍યાર બાદ પરિસીમન થશે.

જાણકારો પ્રમાણે આ ૨૦૨૯ની લોકસભા ચૂંટણીની આસપાસ અમલમાં આવી શકશે, જ્‍યારે મુખ્‍ય વિપક્ષી દળ કૉંગ્રેસ સહિત અનેક પાર્ટીઓએ આને શકય તેટલા વહેલા લાગુ પાડવાની માગ કરી છે, સાથે જ એ પણ કહ્યું કે આમાં ઓબીસી અને મુસ્‍લિમ મહિલાઓને પણ સામેલ કરવા જોઈએ.

(10:57 am IST)