Gujarati News

Gujarati News

News of Saturday, 30th September 2023

મહિલા નહી પરણીત પુરુષોએ જવું પડે છે સાસરેઃ બાળકોને ઉછેરવાની ઉઠાવવી પડે છે જવાબદારી

પિતૃકો દ્વારા મળતી સંપતિ અને વારસો માત્ર મહિલાઓને જ મળે છે સંતાનો પિતા નહી પરંતુ માત્ર માતાના નામથી જ ઓળખાય છે

જકાર્તા, તા.૩૦: દુનિયામાં ભલે મહિલા સશકિતકરણની વાતો થતી હોય પરંતુ ઇન્‍ડોનેશિયાના પશ્‍ચિમ સુમાત્રાના મિનાંગકબાઉ નામના  માનવ સમુદાયમાં સદીઓથી મહિલાઓનું જ રાજ ચાલે છે. આ વંશના લોકો સદીઓથી પૈતળકપ્રધાન નહી પરંતુ માતળપ્રધાન હોવાથી આ સમુદાયમાં પુરુષોની સ્‍થિતિ કફોડી છે.

ઘરના નાના મોટા બધા જ સામાજિક નિર્ણયો મહિલાઓ જ લે છે.  કોઇ સમસ્‍યા હોયતો તેના ઉકેલ માટે મહિલાઓએ પુરુષોની સંમતિ લેવાની જરુર પડતી નથી, પિતળકો દ્વારા મળતી સંપતિ અને વારસો માત્ર મહિલાઓને જ મળે છે. સંતાનો પોતાના પિતા નહી પરંતુ માતાના નામથી જ ઓળખાય છે.લગ્નએ આ સમુદાયના લોકોનો સૌથી મોટો પ્રસંગ છે. આ વંશના લોકોની પરંપરા મુજબ લગ્ન પછી પુરુષોએ સાસરે જવું પડે છે. પતિ જાણે કે ઘરનો મહેમાન હોય એવી રીતે રાખવામાં આવે છે.

પતિએ પરીવારના સભ્‍યો માટે કમાવા ઉપરાંત બાળકોને મોટા કરવાની જવાબદારી પણ ઉઠાવવી પડે છે. આથી ઘણા પુરુષો તો સમુદાય છોડીને શહેરી વિસ્‍તારમાં આજીવિકા માટે જતા રહે છે. શહેરમાં રહેતા પુરુષો જવાબદારીથી બચવા ખૂબ સમય પછી પોતાના ઘરે જાય તો પણ ઘરેલુ બાબતોમાં કોઇ જ ડખલ કરી શકતા નથી.આ સમુદાયના લોકો માને છે કે આ પરંપરા ૧૨ મી સદીમાં શરુ થઇ હતી. તેમના વંશના એક રાજાએ કોટુબાટુ નામના રાજયની સ્‍થાપના કરી હતી.

આ રાજાના મૃત્‍યુ પછી ત્રણ રાજકુમારો અને રાજકુમારીઓ હોવા છતાં રાજાની પહેલી પત્‍ની ઇંડો જાલિતોએ રાજયની જવાબદારી સંભાળી હતી.ત્‍યાર બાદ તેમનામાં માતળવંશની શરુઆત થઇ હતી.આ મિનાંગકબાઉ સમુદાયના પૂર્વજો જીવદયામાં માનનારા પ્રકળતિપ્રેમીઓ હતા. ભારતથી હિંદુ અને બોધ્‍ધધર્મ ફેલાયો તેના પહેલાપણ અહીં તેઓ વસવાટ ધરાવે છે. આજે પણ તેમનો સમુદાય પ્રાચીન માન્‍યતાઓ અને કાયદા કાનુનમાં વધારે વિશ્વાસ ધરાવે છે  છે. તેમની કેટલીક પરંપરાઓ હિંદુધર્મને મળતી આવે છે કેટલાક ઇસ્‍લામને પણ માને છે.

(10:54 am IST)