Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

15 ઓક્ટોબરથી સિનેમા હોલ ખુલી શકશે :કન્ટેઇનમેન્ટ ઝોનમાં કોઈ છૂટછાટ નહીં : અનલોક 5 : કેન્દ્રની ગાઇડલાઇન જાહેર

સિનેમા હોલ્સ, થિયેટર, મલ્ટીપ્લેક્સમાં અડધી સીટો ખાલી રહેશે : ઓનલાઈન અભ્યાસ કરવા માગતા હોય તો તેને ફિઝીકલી હાજર રહેવા ફરજ પાડી શકાશે નહીં : વાલીઓની લેખિત મંજૂરી પછી જ વિદ્યાર્થી સ્કૂલ/કોચિંગ ક્લાસિસમાં જઈ શકશે. પીએચડી-અનુસ્નાતક જેવી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં 15મી પછી લેબને મંજૂરી

ગૃહમંત્રાલય તરફથી જારી દિશાનિર્દેશો પ્રમાણે દેશમાં 15 ઓક્ટોબરથી સિનેમા હોલ, થિયેટર, મલ્ટીપ્લેક્સને ખોલવાની મંજૂરી હશે. આ સિનેમા હોલ્સ, થિયેટર, મલ્ટીપ્લેક્સ પોતાની 50 ટકા ક્ષમતા સાથે કામ કરશે. એટલે કે અડધી સીટો ખાલી રહેશે. આ બાબતે દેશનું સૂચના પ્રસારણ મંત્રાલય જલદી વિસ્તૃત ગાઇડલાઇન જાહેર કરશે.

શાળાઓ અને કોચિંગ સંસ્થાઓ ફરીથી ખોલવા માટે, રાજ્ય / કેન્દ્રશાસિત રાજ્ય સરકારોને ક્રમશ  15 ઓક્ટોબર 2020 પછી નિર્ણય લેવાની રાહત આપવામાં આવી છે. નિર્ણય સંબંધિત શાળા / સંસ્થા સંચાલન સાથેની પરામર્શ બાદ લેવામાં આવશે, પરિસ્થિતિના આકારણીના આધારે અને નીચેની શરતોને આધિન નિર્ણય કરવાનો રહેશે.

આ ગાઈડલાઈન અંતર્ગત દેશમાં હવે 15 ઓક્ટોબરથી સ્કૂલો કોચિંગ ક્લાસ સહિત રિઓપન કરવાની છૂટ આપી છે. કેન્દ્ર સરકારે સ્કૂલો કોલેજોને ઓપન કરવાની મંજૂરી આપી છે. સ્કૂલો રિઓપન દરમિયાન સ્કૂલ, ઈન્સ્ટિટ્યૂટ મેનેજમેન્ટ બેઝ સિચ્યુએશન મુજબ અને અભ્યાસક્રમ મુજબ ફોલો કરવાનું રહેશે. જેમાં નવી ગાઈડલાઈન મુજબ સ્કૂલોમાં અભ્યાસ કરાવવાનો રહેશે. કોરોના મહામારી વચ્ચે સોશ્યલ ડિસ્ટન્સ, ફરજિયાત માસ્ક સાથે સ્કૂલો ઓપન કરવાની નવી માર્ગદર્શિકા આવી શકે છે. સ્કૂલોમાં સેનેટાઈઝીંગ સહિતની કામગીરી સાથે હવે સ્કૂલોનો આરંભ થઈ શકે છે. કેન્દ્ર સરકારે આ બધી બાબત માટે રાજ્ય સરકારોને પોતાની રીતે નિર્ણય લેવા જણાવ્યું છે. રૂપાણી સરકાર કેવી રીતે સ્કૂલો ચાલુ કરે છે તે હવે ટૂંક સમયમાં જાહેર થઈ શકે છે.

જો કે અનલોક 5માં કેન્દ્ર સરકારે શાળા કોલેજો સહિત મોટા ભાગની તમામ બાબતો પર રોક હટાવી દીધી છે. પરંતુ તેની ક્ષમતા મુજબ રાજ્ય સરકાર પોતાની રીતે નિર્ણય લેવા જણાવ્યું છે. અર્થાત ટૂંક સમયમાં જ હવે સ્કૂલો, કોલેજો ચાલુ કરવા બાબતે રાજ્ય સરકારો અલગથી નિર્ણય લેશે. પરંતુ હાલમાં 15 ઓક્ટોબરથી કેન્દ્રીય શાળા કોલેજો ચાલુ થવા જઈ શકે છે. જે વિદ્યાર્થી ઓનલાઈન અભ્યાસ કરવા માગતા હોય તો તેને ફિઝીકલી હાજર રહેવા ફરજ પાડી શકાશે નહીં.

(9:13 pm IST)