Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

મહારાષ્ટ્ર સરકારે અર્નબ ગોસ્વામીને પાઠવેલી વિશેષાધિકાર ભંગની નોટિસની સુનાવણી શરૂ : સુપ્રીમ કોર્ટએ મહારાષ્ટ્ર સરકારનો ખુલાસો માંગ્યો : વિશેષાધિકાર ભંગ અને માનહાની સમાન ગણાય ? : વધુ સુનાવણી આવતા સપ્તાહે

ન્યુદિલ્હી : મહારાષ્ટ્ર સરકારે અર્નબ ગોસ્વામીને પાઠવેલી વિશેષાધિકાર ભંગની નોટિસ બાબતે અર્નબ ગોસ્વામીએ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી પિટિશનની સુનાવણી આજરોજ શરૂ થઇ છે.જે અંતર્ગત ચીફ જસ્ટિસ નામદાર શ્રી બોબડેએ મહારાષ્ટ્ર સરકારનો ખુલાસો માંગતી નોટિસ પાઠવી છે.
સુપ્રીમ કોર્ટની ખંડપીઠના 3 ન્યાયધીશોએ કરેલા અર્થઘટન મુજબ મહારાષ્ટ્ર સરકારે પાઠવેલી વિશેષાધિકાર ભંગની નોટિસમાં અર્નબઃ ગોસ્વામીએ રૂબરૂ હાજર થવા જણાવ્યું છે.
અર્નબઃ ગોસ્વામીના એડવોકેટે કરેલી દલીલ મુજબ એસેમ્બલી બહાર કરાયેલા કહેવાતા તિરસ્કાર અંગે કમિટી સમક્ષ હાજર કરવાની એસેમ્બલીને સત્તા નથી.આ સત્તાનો ઉપયોગ માત્ર એસેમ્બલી મેમ્બર્સ ઉપર જ કરી શકાય.
મહારાષ્ટ્ર સરકારના વકીલે કરેલી દલીલ મુજબ ગોસ્વામીએ ચીફ મિનિસ્ટર વિરુદ્ધ અપમાન જનક શબ્દોનો ઉપયોગ કર્યો છે.
જે અંગે ગોસ્વામીના એડવોકેટે જણાવ્યું હતું કે આ માટે તમે માનહાનિનો કેસ કરી શકો વિશેષાધિકાર ભંગનો નહીં
વિશેષ સુનાવણી આગામી સપ્તાહ ઉપર મુલતવી રાખવામાં આવી છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(8:10 pm IST)