Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

સોના-ચાંદીના ભાવમાં સતત ત્રીજા દિવસે સુધારાની ચાલ સોનાના ભાવમાં રૂ.100 અને ચાંદીમાં રૂ. 500નો વધારો

ત્રણ દિવસમાં સોનામાં રૂ.800 અને ચાંદીમાં રૂ.2,200નો ઉછાળો

અમદાવાદઃ સોના-ચાંદીના ભાવમાં સતત ત્રીજા દિવસે સુધારાની ચાલ યથાવત્ છે,કોરોના વાયરસના કેસોમાં સતત વધારો, અમેરિકાના પ્રમુખની નજીક આવી રહેલી ચૂંટણીઓ અને ભારતમાં તહેવારો દરમિયાન માંગ વધવાની અટકળો છે.

અમદાવાદ ખાતે આજે બુધવારે સોનાના ભાવમાં રૂ.100 અને ચાંદીમાં રૂ. 500નો સુધારો નોંધાયો હતો. આજની વૃદ્ધિ સાથે 10 ગ્રામ દીઠ સોનાનો ભાવ રૂ. 52,1000 થયો છે. તો ચાંદી રૂ. 500 વધીને રૂ. 60,500 પ્રતિ કિગ્રા થઇ હતી. આમ અમદાવાદ ખાતે સોના અને ચાંદીના ભાવમાં સુધારાની હેટ્રિક નોંધાઇ છે અને આ ત્રણ દિવસના સમયગાળામાં સોનામાં રૂ.800 અને ચાંદીમાં રૂ.2,200નો ઉછાળો જોવા મળ્યો છે.

જો કે દિલ્હી બુલિયન બજારમાં બંને કિંમતી ધાતુ સોના-ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. સોનું રૂ. 26 રૂપિયા ઘટીને રૂ. 51,372 પ્રતિ 10 ગ્રામ થયુ હતુ. તો ચાંદી રૂ. 201ની પીછેહઠમાં રૂ. 62,241 પ્રતિ કિગ્રા થઇ હતી. વિશ્વબજારમાં સોનું 1887 ડોલર અને ચાંદી 22.70 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ બોલાતુ હતુ.

(7:50 pm IST)