Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

અંતે સત્યનો જ વિજય : બાબરી મસ્જીદ મામલે સીબીઆઇ કોર્ટના ચૂકાદાને આવકારતા મુખ્યમંત્રી

તત્કાલીન કોંગ્રેસ સરકારે સંતો-મહંતો, વિહિપ સામે ખોટા આરોપ લગાવ્યા હતા : જે તમામ લોકો નિર્દોષ જાહેર : વિજયભાઇ રૂપાણી

ગાંધીનગર તા. ૩૦ :.. બાબરી મસ્જીદ મામલે સી. બી. આઇ. કોર્ટે આપેલા ચૂકાદાને આવકારતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવેલ કે 'અંતે સત્યનો જ વિજય થતો' હોય છે.

આજે સીબીઆઇ ની વિશેષ અદાલતે ચુકાદો આપતા બાબરી વિવાદીત ઈમારત તોડી પાડવાના કેસમાં કોંગ્રેસ સરકારે તે સમયે રાજકીય પૂર્વગ્રહ રાખીને ખોટા આરોપો મૂકીને સંતો-મહંતો, વિશ્વ હિન્દુ પરિષદ અને રાજકીય નેતાઓના નામ સામેલ કર્યા હતા. આ તમામ લોકોને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે.ઙ્ગ

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ સીબીઆઇ ની વિશેષ અદાલતના આ ચુકાદાને આવકારતાં જણાવ્યું કે, સત્યનો જ વિજય થતો હોય છે. સમગ્ર દેશની ધર્મ અને રાષ્ટ્રપ્રેમી જનતા એ આ ચુકાદાને આવકારે છે.

મુખ્યમંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે ચુકાદામાં વિલંબ થયો પણ અંતે સત્યનો વિજય થયો છે. કોર્ટે આ કેસમાં સામેલ હતા જ નહીં તેવા સંતો, મહંતો, ધર્મ અને રાષ્ટ્રપ્રેમી નેતાઓ સહિતના આગેવાનો, નાગરિકોને નિર્દોષ જાહેર કર્યા છે. જે ચુકાદાને ગુજરાત સહિત દેશની જનતાએ આવકાર્યો છે.

(3:04 pm IST)