Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

' કાનૂન ક્યાં હૈ ,ઉખાડ દેંગે ' : સંજય રાઉતે કંગના રનૌતને આપેલી કથિત ધમકી બાબતે મુંબઈ હાઇકોર્ટનો સંજય રાઉતને વેધક સવાલ : એક સાંસદ તરીકે આવી ભાષા યોગ્ય ગણાય ?

મુંબઈ : અભિનેત્રી કંગના રનૌતના બિલ્ડિંગને ડિમોલિશન મામલે તેણે મુંબઈ હાઇકોર્ટ સમક્ષ દાખલ કરેલી પિટિશન અંતર્ગત 2 કરોડ રૂપિયાની નુકશાનીનો દાવો કર્યો છે.તથા પોતાની સાથે શિવસેના પ્રવક્તા સંજય રાઉતે કરેલી અપમાનજનક ભાષામાં ટિપ્પણી અંગે રજુઆત કરી છે.જેની સુનાવણી ગઈકાલ મંગળવારે હાથ ધરાઈ હતી.
સુનાવણીમાં નામદાર કોર્ટએ સંજય રાઉતે કંગના રનોત માટે કરેલી ટિપ્પણીઓ મુજબ કાનૂન ક્યાં હૈ ,ઉખાડ દેંગે જેવા વાક્યપ્રયોગ માટે વેધક સવાલ પૂછ્યો હતો.અને કહ્યું હતું કે એક સાંસદ તરીકે આવી ભાષા યોગ્ય ગણાય ? તેમણે ઉમેર્યું હતું કે અમે પણ મહારાષ્ટ્રીયન છીએ.અમને પણ મહારાષ્ટ્રીયન હોવા  બદલ ગૌરવ છે.પરંતુ તમે ઉપયોગમાં લીધેલી ભાષા યોગ્ય નથી.
નામદાર કોર્ટએ  ડિમોલિશન બાબતે પણ મુંબઈ મહાપાલિકાનો ઉધડો લીધો હતો.તથા જણાવ્યું હતું કે ગેરકાયદે બાંધકામ થઇ રહ્યું હતું ત્યારે તમારા અધિકારીઓ ક્યાં હતા ? અને હવે જયારે કંગના રનૌતે મહારાષ્ટ્ર સરકાર સામે સલામતી ન હોવા અંગે વિરોધ નોંધાવ્યો બરાબર ત્યારે જ તમને ડિમોલિશન કરવાનું સૂઝ્યું ?
આગામી સુનાવણી 5 ઓક્ટોબરના રોજ હાથ ધરાશે તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(1:37 pm IST)