Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

લંડન સ્થિત ભારતીય મૂળના શિક્ષણવિદ મહિલા સુશ્રી સ્વાતિ ધીંગરાને બ્રિટનના નિષ્ણાતોની સમિતિમાં સ્થાન : અતિ આધુનિક વ્યાપાર મોડલ તથા ઔદ્યોગિક અમલીકરણ અંગે સલાહ સૂચન કરશે

લંડન : લંડન સ્કૂલ ઓફ પોલિટિકલ એન્ડ ઇકોનોમિક સાયન્સમાં અર્થશાસ્ત્રના એશોશિએટ પ્રોફેસર તરીકે સેવા આપી રહેલા ભારતીય મૂળના શિક્ષણવિદ મહિલા સુશ્રી સ્વાતિ ધીંગરાને બ્રિટનના નિષ્ણાતોની સમિતિમાં સ્થાન આપવામાં આવ્યું છે.તેઓ અતિ આધુનિક વ્યાપાર મોડલ તથા ઔદ્યોગિક અમલીકરણ અંગે સલાહ સૂચન કરશે .
પાંચ સભ્યોની કમિટીમાં સમાવિષ્ટ સુશ્રી સ્વાતિ આંતર રાષ્ટ્રીય વ્યાપાર  વિભાગની કમિટીનો હિસ્સો બન્યા છે.તેઓ દિલ્હી વિશ્વ વિદ્યાલયની દિલ્હી સ્કૂલ ઓફ ઈકોનોમિક્સના પૂર્વ સ્ટુડન્ટ છે.તેમનો મુખ્ય વિષય વૈશ્વિકરણ  અને ઔદ્યોગિક નીતિ છે.તેઓ યુવા અર્થશાસ્ત્રી પુરસ્કાર તથા ચેયર જેકમિન પુરસ્કાર વિજેતા છે.

(8:40 pm IST)