Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંઘીએ શિમલામાં પહેલા નોરતે પોતાના નવા ઘરમાં પૂજા કરી ગૃહ પ્રવેશ કર્યો

નવા ઘરે દક્ષિણ ભારતના પુજારીઓએ વિધિ વિધાનથી પૂજા કરાવી ગૃહ પ્રવેશ કરાવ્યો

સિમલા : કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંઘી વાડ્રાએ  શિમલામાં પોતાના નવા ઘરમાં પૂજા કરી ગૃહ પ્રવેશ કર્યો હતો  બે માળના બંગલામાં ગૃહ પ્રવેશ નવરાત્રિના પહેલા દિવસે થયો અને દક્ષિણ ભારતથી ખાસ બોલાવેલા પુજારીએ ગૃહ પ્રવેશ માટે વિઘિ-વિધાનથી પૂજા કરાવી હતી.

પ્રિયંકા ગાંધી રવિવારે સવારે શિમલા પહોંચી હતી. પૂજા બે દિવસ વધુ ચાલશે. હિમાચલ પ્રદેશ રાજ્યના કાનુન અનુસાર કોઈ પણ બહારનો માણસ પહાડી વિસ્તારમાં જમીન ખરીદી શકે નહી. જો કે 2007મા રાજ્યની કોંગ્રેસ સરકારે પ્રિયંકાના આવેદન પર જમીન ખરીદીની સુવિધા માટે ભુમિ ખરીદની સુવિધા માટે ભૂમિ સુધાર અને ભાડા અધિનિયમની ધારા 118 અંતર્ગત ઢીલ આપી હતી.

પ્રદેશ કોંગ્રેસ નેતા વિદ્યા સ્ટોક્સે પ્રિયંકા ગાંધીને આશરે સાડા ત્રણ વિઘા ખેતીની જમીન 47 લાખ રૂપિયામાં અપાવવામાં મહત્વની ભૂમિકા હતી. કોંગ્રેસના મહાસચિવનું નિવાસસ્થાન પ્રેસિડેન્શિયલ સમર રિસોર્ટ ધ રીટ્રીટ અને ઓબેરોય ગ્રુપના લક્ઝરી સ્પા વાઇલ્ડફ્લાવર હોલની નજીક સ્થિત છે, જે હિમાચલ પ્રદેશની રાજધાની શિમલાથી માત્ર 15 કિલોમીટર દૂર છે.

ઘરનું કામ 2008મા દિલ્હીની આર્કિટેક્ટ કંપનીને આપવામાં આવ્યું હતુ જો કે 2001મા આખી બિલ્ડિંગને તોડવી પડી હતી. ગાંઘી પરિવાકના નજીકના નેતાઓએ કહ્યું કે તેનું કારણ કોઈ વિવાદ નથી પરંતુ રૂમના સાઈઝ અને ડિઝાઈનને લઈને ગાંધી પરિવાર ખૂશ નહોતો. પાછળથી તેને ફરી બનાવવામાં આવ્યું હતુ.

(12:02 am IST)