Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

પીવાના પાણીમાંથી ઝેરી રસાયણો દૂર કરતો ''બીમ ટેકનોલોજી પ્રોજેકટ'': ઇન્ડિયન અમેરિકન પ્રોફેસર શ્રી અર્જુન કે.વેંકટેશનને યુ.એસ. ડીપાર્ટમેન્ટ ઓફ એનર્જીની ૨.૮૧ લાખ ડોલરની ગ્રાન્ટ

વોશીંગ્ટનઃ યુ.એસ.માં સ્ટોની બ્રુકસ યુનિવર્સિટીના એશોશિએટ ડીરેકટર ઇન્ડિયન અમેરિકન શ્રી અર્જુન કે.વેંંકટેશનને પીવાના પાણીમાં રહેલા દૂષણો દૂર કરી શુધ્ધી પાણી ટેકનોલોજી વિકાસવવા યુ.એસ. ડીપાર્ટમેન્ટ ઓફ એનર્જી પાર્ટીકલ એકસેલટરની ર લાખ ૮૧ હજાર ડોલરની ગ્રાન્ટ મંજુર કરવામાં આવી છે.

શ્રી અર્જુન સ્ટોની બુક યુનિવર્સિટીમાં સેન્ટર ફોર કિલન વોટર ટેકનોલોજી ડીપાર્ટમેન્ટમાં એશોશિએટ ડીરકેટર તરીકે સેવાઓ આપે છે. તેઓને મળેલી ગ્રાન્ટના ઉપયોગથી  પીવાના પાણીમાંથી ઝેરી પદાર્થોને દૂર કરવાનો પ્રોજેકટ એક વર્ષમાં પૂર્ણ કરાશે જે માટે તેઓ ઇ બીમ ટેકનોલોજીનો ઉપયોગ કરી ઝેરી રસાયણો દૂર કરશે.

(8:50 pm IST)