Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

''ઇન્ટરનેશનલ યંગ ઇકો હીરો'': અમેરિકામાં ''એકશન ફોર નેચર''ના ઉપક્રમે ૮ થી ૧૬ વર્ષના બાળકો માટે યોજાયેલી સ્પર્ધાઃ ૨ ઇન્ડિયન અમેરિકન સ્ટુડન્ટસએ ત્રીજુ સ્થાન પ્રાપ્ત કર્યુ

કનેકટીકટઃ યુ.એસ.માં ''એકશન ફોર નેચર''ના ઉપક્રમે ૮ થી ૧૬ વર્ષ સુધીની વયના બાળકો માટે યોજાયેલી ''૨૦૧૯ ઇન્ટરનેશનલ યંગ ઇકો હીરો એવોર્ડસ સ્પર્ધામાં ૨ ઇન્ડિયન અમેરિકન સ્ટુડન્ટસએ ત્રીજુ સ્થાન મેળવી વતન ભારતનું ગૌરવ વધાર્યુ છે.

૮ થી ૧૨ વર્ષ અને ૧૨ થી ૧૬ વર્ષ વચ્ચેની વયના સ્ટુડન્ટસ માટેની બે વિભાગમાં યોજાયેલી સ્પર્ધા પૈકી ૮ થી ૧૨ વર્ષની વય સુધીના સ્ટુડન્ટસ માટેની સ્પર્ધામાં ૧૦ વર્ષીય કેદાર નારાયણએ ત્રીજુ સ્થાન હાંસલ કર્યુ છે. પેન્સિલવેનિયા સ્થિત કેદારએ ''Bazzbaddy'' પ્રોજેકટ રજુ કર્યો હતો. જે પરાગ રજ માટેનો પર્યાવરણને લગતો પ્રોજેકટ છે.

જયારે ૧૨ થી ૧૬ વર્ષ વચ્ચેની વયના સ્ટુડન્ટસ માટેની સ્પર્ધામાં ૧૬ વર્ષીય ઇન્ડિયન અમેરિકન સ્ટુડન્ટ કનેકટીકટ સ્થિત આર્ય બૈરાતએ ત્રીજુ સ્થાન હાંસલ કર્યુ છે. તેણે ઇરીગેશન માટે પાણીના બચાવને લગતો પ્રોજેકટ રજુ કર્યો હતો.

(8:47 pm IST)