Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

ઇમરાન ખાન ત્રાસવાદીઓના રોલ મોડલ તરીકે બન્યા

ઇમરાન ખાન નો બહિષ્કાર કરવાની જરૂર

નવી દિલ્હી, તા.૩૦ : પૂર્વીય દિલ્હીમાંથી સાંસદ અને પોતાના નિવેદન માટે હંમેશા ચર્ચામાં રહેનાર ભાજપના નેતા અને પૂર્વ ક્રિકેટ ગૌત્તમ ગંભીરે આજે પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાન ઉપર જોરદાર આક્ષેપો કર્યા હતા. ગૌત્તમ ગંભીરે કહ્યું હતું કે, હાલમાં જ યુએનમાં એક પૂર્વ ખેલાડીએ આડેધડ નિવેદન કર્યું હતું. ઇમરાન ખાન આ રીતે બોલી રહ્યા હતા જે રીતે ત્રાસવાદીઓના રોલ મોડલ વાત કરી રહ્યા છે. ગંભીરે પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાનનો બહિષ્કાર કરવાની માંગ કરી હતી. ગંભીરે કહ્યું હતું કે, ખેલાડીઓને લોકોના રોલ મોડલ તરીકે ગણવામાં આવે છે. સારા વર્તન માટે, ટીમ ભાવના માટે અને તેમના મજબૂત કેરેક્ટર માટે ખેલાડીઓને ગણવામાં આવે છે. આતંકવાદીઓના રોલ મોડલની જેમ જ ઇમરાન ખાન વાત કરી રહ્યા છે.

(8:03 pm IST)