Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

અલવરમાં ૨૪ કલાકમાં ત્રણ ગેંગરેપ : સાત જબ્બે

સમગ્ર રાજસ્થાનમાં ભારે સનસનાટી

જયપુર, તા. ૩૦ : રાજસ્થાનના અલવરમાં છેલ્લા ૨૪ કલાકમાં ત્રણ ગેંગરેપના કિસ્સા સપાટી ઉપર આવ્યા છે જેના કારણે ખળભળાટ મચી ગયો છે. આ સંદર્ભમાં સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. એક ઘટનામાં ગ્રામીણોએ ત્રણ આરોપીને પકડી પોલીસને સોંપી દીધા છે. આમાથી બે આરોપી ૨૦ વર્ષના છે અને અન્ય એક આરોપી સગીર હોવાનું જાણવા મળ્યું છે. અન્ય એક મામલામાં અલવરના ધાબલામાં ચાર આરોપીઓએ ૧૬ વર્ષની યુવતીનું અપહરણ કરી લીધું હતું અને તેના પર ગેંગરેપ ગુજાર્યો હતો. ત્રણ કેસના કારણે ખળભળાટ મચી ગયો છે. શનિવારે રાત્રે ૧૫ વર્ષની સગીરાને ત્રણ આરોપીઓએ બાનમાં પકડી લીધી હતી અને વન્ય વિસ્તારમાં લઇ ગયા હતા. પીડીતાનું કહેવું છે કે, તે આરોપીઓના સકંજામાંથી ભાગી છુટવાના પ્રયાસમાં હતી પરંતુ એક નાનકડા કુવામાં પડી ગઈ હતી. મોડેથી ગ્રામીણ લોકોએ બહાર કાઢી હતી.

(7:56 pm IST)