Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

દિલ્હીમાં ગેરકાયદે રહેતા વિદેશીઓને ખોળવા પોલીસનું વિશેષ અભિયાન : 230 વિદેશી નાગરિકોને પકડ્યા

નવી દિલ્હી : દેશમાં ગેરકાયદે રહેતા વિદેશી વિરુદ્ધ દિલ્હી પોલીસે અભિયાન છેડ્યું છે,જેમાં મોટાભાગના આફ્રિકી નાગરિકો છે વિદેશી સૌથી વધુ દ્વારકા જિલ્લામાં પકડાયા છે,અહીંથી છેલ્લા નવ મહિનામાં 101 વિદેશી નાગરિકો પકડાયા છે,દ્વારકામાં મોહન ગાર્ડન થાના પોલીસે સૌથી વધુ 79 વિદેશીઓને પકડીને તેના દેશમાં પરત મોકલ્યા છે ,

 છેલ્લા નવ મહિનામાં પોલીસે આવા 230 વિદેશીઓને પકડ્યા છે,જેઓને તેમના દેશમાં પરત મોકલ્યા છે સાથે પોલીસે નશાની તસ્કરી અને ઠગાઇમાં સામેલ 45 વિદેશી નાગરિકોની ધરપકડ કરીને જેલમાં નાખ્યા છે

ભારતમાં કામની તપાસ,અભ્યાસ,અને ફરવા માટે આવેલા વિદેશી નાગરિકોની મોટી સંખ્યામાં વિઝા ખતમ થયા બાદ પણ પોતાના દેશમાં પાછા ફરતા નથી વગર ડારસ્તાવેજ સાથે દિલ્હીમાં રહેતા આવા વિદશીઓ વિરુદ્ધ દિલ્હી પોલીસે અભિયાન ચલાવી જે અંતર્ગત દિલ્હી પોલીસે આ વર્ષે 230 વિદેશી નાગરિકોને દેશમાં પરત મોકલ્યા છે

(7:49 pm IST)