Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

ચીનમાં ફેલાયેલ પીગ વાયરસથી ભારત ઉપર ખતરો

ભારતમાં દર વર્ષે 'પીગ'ના પિત્તમાંથી બનતો ઉર્સોડી ઓકસીકોલીક એસીડ ચીનમાંથી આયાત થાય છેઃ તેમાંથી બનતી દવાઓ જીવલેણ બની શકે છે

દિલ્હી : વિશ્વમાં આર્થિક સત્તા ભલે ન બન્યો હોય પણ ચીન અત્યારે (ડુક્કરનું માસ) બાબતે સુપરપાવર છે ચીનમાં ધર્મની જેમ ખવાય છે અને તેનું પ્રમાણ એટલું બધું છે કે સરકાર ડુક્કરના માસનો સ્ટેટ રીઝર્વ કવોટા   તરીકે લાખો કિલો સંઘરી રાખેલું છે . જેનો ઉપયોગ અછતના સમયમાં કરી શકાય અત્યારે એવી જ પરિસ્થિતિ દેશમાં ઊભી થઈ છે અને રિઝલ્ટ ફોટામાંથી માલ ઉપાડવાનું તરીકે શરૂ કરી દેવાયું છે .

ચીની સરકારે ઓછી આવક ધરાવતા કુટુંબોને માટે પોર્ક ખરીદવા પર ૪૫૨ મિલિયન ડોલરની સબસીડી જાહેર કરી છે આનું કારણ એ છે કે ૨૦૧૩થી ચીનમાં ઠેર-ઠેર મહેલા  ડુક્કરો જોવા મળી રહ્યા છે જેનું કારણ  પીગ વાયરસ છે અને અત્યારે રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવી પડે તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે .

ભારત માટે પરિસ્થિતિ તેના કારણે ખતરનાક બની શકે છે કેમ કે ભારત દવાઓ બનાવવા માટે ડુક્કરના પીતમાંથી બનતું ઉર્સોડી ઓકસીકોલીક  લગભગ ૨.૫૪ કિલો આયાત કરે છે અને તેમાંથી ૫૦ ટકાથી વધારે ચીનથી આવે છે.

ડુક્કર અને માનવના શરીરમાં ઘણી સામ્યતાઓ છે તેઓ પણ આપણી જેમ જ બીમાર પડતા હોય છે એટલે હવે નિષ્ણાંતો ભય સેવી રહ્યા છે કે આ વાયરસ હવે માનવજાતિ માટે ખતરનાક બનશે

ચીનથી  થતી આયાતનો ઉપયોગ લીવરના રોગોમાં અગત્ય ની દવા તરીકે તથા તાજા જન્મેલા  બાળકોના અમુક રોગોમાં જીવનરક્ષક દવા તરીકે ભારતભરમાં થાય છે . જે આપણા માટે ખતરનાક બની શકે છે (પી. ગુરૂઝના હેવાલના આધારે)

(3:54 pm IST)