Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

અલગતાવાદીઓને કાશ્મીરમાં આતંક ફેલાવવા હાફિઝ સઇદ પાસેથી કરોડો રૂપિયા મળતા હતા

એનઆઇએના ર૧૪ પાનાંના રિપોર્ટમાં ચોંકાવનારો પર્દાફાશ

શ્રીનગર તા. ૩૦: નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ) નાં રિપોર્ટમાં એવો ચોંકાવનારો પર્દાફાશ કરાવયો છે કે, જમ્મુ-કાશ્મીરમાં આતંક ફેલાવવા અલગતાવાદીઓ હાફિઝ સઇદ પાસેથી કરોડો રૂપિયા લેતા હતા. એનઆઇએ દ્વારા જેકેએલએફ.ના વડા અને અલગતાવાદી નેતા યાસિન મલિક, શબ્બીર અહમદ શાહ અને કેટલાય અલગતાવાદી નેતાઓને લઇને એવો ઘટસ્ફોટ કરાયો છે કે, આ લોકોને લશ્કરે તોઇબાના વડા હાફિઝ સઇદ પાસેથી કરોડો રૂપિયાનું ફંડ મળતું હતું.એનઆઇએ રિપોર્ટમાં પાંચ મોટા અલગતાવાદી નેતાઓને લઇને ખુલાસો કરવામાં આવ્યો છે કે, તેઓ કાશ્મીરમાં આતંક ભડકાવવા માટે હાફિઝ સઇદ પાસેથી કરોડો રૂપિયાનું ભંડોળ લેતા હતા. જેકેએલએફના વડા અને અલગતાવાદી નેતા યાસિન મલિક ઉપરાંત આશિયા અંદ્રાબી, શબ્બરી અહમદ શાહ, મશરત આલમ અને રાશિદ, એન્જિનિયરની પૂછપરછ દ્વારા આ ચોંકાવનારો પર્દાફાશ થયો છે.લશ્કરે તોઇબાનો વડો હાફિઝ સઇદ આ અલતાવાદી નેતાઓને કરોડો રૂપિયાનું ફંડ આપીને કાશ્મીરમાં આતંક ભડકાવતો હતો. એનઆઇએ હવે આ ખુલાસાને લઇને યુએપીએનાં નાવ કાયદા હેઠળ અલગતાવાદી નેતાઓ, વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ કરશે. એનઆઇએઢ દ્વારા અલગતાવાદી નેતાઓની પૂછપરછના આધારે ર૧૪ પાનાનો રિપોર્ટ તૈયાર કર્યો છે. તમામ અલગતાવાદીઓને હાફિઝ સઇદ તરફથી ફંડિંગ મળવાના તેમજ કાશ્મીસરમાં મોટાપાયે સુરક્ષાદળો પણ પથ્થરમારો કરાવવા માટે નાણાં મળતાં હોવાના પાકા પુરાવા છે. યાસિન મલિકની ડિજિટલ ડાયરીમાં પણ તેનો ઉલ્લેખ થયેલો છે. યાસિન મલિકની ડિજિટલ ડાયરીમાં એનઆઇએને યાસિન મલિક અને હાફીઝ સઇદ વચ્ચે થયેલી વાતચીત અંગેની ચોંકાવનારી માહિતી પ્રાપ્ત થઇ છે.

(3:51 pm IST)