Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

નહિ સુધરે પાકિસ્તાનઃ સરહદી ગામો ઉપર મિસાઇલ-મોર્ટાર મારોઃ ભારતનો વળતો પ્રહારઃ અનેક ચોકીઓ ધ્વસ્ત

પાકિસ્તાન નિર્દોષ ગ્રામજનો ઉપર દાજ ઉતારી રહ્યું છે

જમ્મુ-કાશ્મીર,તા.૩૦:જમ્મુ કાશ્મીરના પૂંચમાં પાકિસ્તાન દ્વારા ફરી ભારે ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ ગોળીબારમાં પાકિસ્તાને ભારતીય ગામડા અને સૈન્યની ચોકીઓને નિશાન બનાવી હતી.સંરક્ષણ ક્ષેત્રના પ્રવકતાએ જાણકારી આપતા જણાવ્યું હતું કે બપોરે સાડા ત્રણ કલાકે પાકિસ્તાને મેંધાર સેકટરના બાલાકોટમાં ભારે તોપમારો કરી સૃથાનિક ગામોને નુકસાન પહોંચાડયું હતું. આ ગોળીબારમાં છ નાગરિક દ્યાયલ થયા હતા. આ વર્ષે જ પાકિસ્તાને ૨૦૦૦ વખત શસ્ત્ર વિરામનો ભંગ કર્યો છે. ભારતે જવાબી કાર્યવાહી કરીને અનેક ચોકીઓ ધ્વસ્ત કરીને પાકિસ્તાને જડબાતોડ જવાબ આપ્યો છે.

છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાન દ્વારા સતત ગોળીબાર કરવામાં આવી રહ્યો છે. આર્ટિકલ ૩૭૦ નાબૂદ થયા બાદ તેનું પ્રમાણ વધી ગયુ છે. બીજી તરફ સરહદે સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે. રવિવારે પાકિસ્તાની સૈન્યએ જે ગોળીબાર કર્યો હતો તેનો ભારતીય જવાનોએ પણ આક્રામક જવાબ આપ્યો હતો. પાકિસ્તાનની ચોકીઓ પર જવાબી કાર્યવાહીમાં ભારતીય સૈન્યએ પણ આક્રામક રીતે ગોળીબાર કર્યો હતો.

સાથે જ ભારતે પાકિસ્તાન પર શસ્ત્ર વિરામ ભંગને અટકાવવા માટે દબાણ પણ વધારી દીધુ છે. આ વર્ષે જે ૨૦૦૦ વખત શસ્ત્ર વિરામનો ભંગ પાકિસ્તાને કર્યો તેમાં ૨૧ ભારતીયોના મોત નિપજયા છે. જયારે અનેક દ્યવાયા પણ છે. પાકિસ્તાન ભારેથી અતી ભારે હિથયારોનો ઉપયોગ કરી રહ્યું છે, જેને પગલે ગ્રામીણ વિસ્તારોમાં જે કાચા મકાનો આવેલા છે તેને ભારે નુકસાન પહોંચ્યું છે.

આ ઉપરાંત કેટલાક પશુ પણ માર્યા ગયા હતા. બીજી તરફ એવા અહેવાલો છે કે બીએસએફના ૫૪ વર્ષીય સબ ઇન્સ્પેકટર પ્રિતોષ મંડલ જમ્મુમાં આંતરરાષ્ટ્રીય સરહદે દ્યણા સમયથી ગુમ છે. તેઓ અહીં આવેલા અર્ણીયા સેકટરની નદી પાસેથી ગૂમ છે. એવી શંકા છે કે તેઓ નદીમાં પણ ડુબી ગયા હોઇ શકે છે.

આ નદી પાકિસ્તાન તરફ જતી હોવાથી તેઓ પાકિસ્તાન પહોંચી ગયા હોવાની પણ શકયતાઓ છે જેને પગલે ભારતે પાકિસ્તાનનો પણ સંપર્ક શરૂ કરી દીધો છે અને આ જવાનની જાણકારી મળે તો જણાવવા કહ્યું છે. સૈન્ય દ્વારા પણ જે જવાન ગૂમ છે તેની શોધખોળ માટે એક ઓપરેશન જારી કરવામાં આવ્યું છે. જોકે હજુસુધી કોઇ જ જાણકારી મળી શકી નથી. નદીમાં વિશેષ તરવૈયાઓને ઉતારવામાં આવ્યા છે.

(3:50 pm IST)