Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

IRCTC નો IPO ખૂલ્યોઃ પ્રાઇસ બેન્ડ પ્રતિશેર રૂ.૩૧૫-૩૨૦

બ્રોકરેજ હાઉસના મતે રોકાણ માટે સારી તકઃ ૩ ઓકટોબરે ઇશ્યૂ બંધ થશે

નવી દિલ્હી તા.૩૦: આજે ઇન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC)નો પબ્લિક ઇશ્યૂ ખૂલી ગયો છે. IRCTCમાં રોકાણ માટેની સારી તક હોવાનું બ્રોકરેજ ફર્મ્સનું કહેવુ છે લાંબા સમયથી જેની પ્રતીક્ષા થઇ રહી હતી એ IRCTCના આઇપીઓ દ્વારા ૬૩૫.૦૪-૬૪૫.૧૨ કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના છે. સરકારે આઇપીઓમાં વેચાણ દ્વારા રૂ.૧૦ની ફેસ વેલ્યૂના બે કરોડ શેર વેચાણ માટે રજૂ કર્યા છે.

IRCTC ના આઇપીઓ માટે પ્રાઇસ બેન્ડ રૂ.૩૧૫-૩૨૦ પ્રતિશેર નક્કી કરવામાં આવી છે. આઇપીઓની લોટ સાઇઝ ૪૦ શેરની છે. બજારમાં તેનું પ્રીમિયમ રૂ.૧૫૫-૧૬૫ વચ્ચે બોલાઇ રહ્યું છે.

આજે ખૂલેલ આઇપીઓ ૩ ઓકટોબરના રોજ બંધ થશે. આઇપીઓનું રેવન્યૂ ૨૦૧૭, ૨૦૧૮ અને ૨૦૧૯માં અનુક્રમે રૂ.૧૫૩૫.૩૮ કરોડ, ૧૪૭૦.૪૬ કરોડ અને ૧૮૬૭.૮૮ કરોડ રહ્યું છે. આ દરમિયાન તેનો ઓપરેટિંગ પ્રોફિટ રૂ.૩૧૨.૫૪ કરોડ, ૨૭૩.૧૦ કરોડ અને ૩૭૨.૧૭ કરોડ અનુક્રમે રહ્યો છે.

(3:47 pm IST)