Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

ઓશોને સાંભળીને કંઈક ખોવાયેલુ બહાર આવે છે

મને જયારે પણ તક મળે છે ત્યારે હું ઓશો મેડીટેશન રીઝોર્ટમાં ધ્યાન કરવા પહોંચી જઉં છું. ત્યાં દરેક વ્યકિત પોતાની સ્વયંની શોધ માટે આવેલો હોય છે, એટલે તમે ત્યાં પોતાની સ્વયંની નિજતામાં જીવી શકો છો. અહિં એક ભર્યોભાદર્યો સંસાર હોવા છતા તમે સંસારથી અલિપ્ત રહી શકો છો. આ પરિસ્થિતિમાં પોતાની અંદર ઉતરવાનંુ સરળ બની જાય છે અને પોતાની અંદર, પોતાની સાથે તિIવેલી પળો જ જીવનની દરેક મુશ્કેલીઓ સામે લડવાનુ બળ બની જાય છે. હું જયારે ઓશોને સાંભળુ છું ત્યારે એવુ લાગે છે કે કંઈક જાણીતુ પણ ખોવાઈ ગયેલુ મારા હૃદયમાં ફરીથી આવી ગયુ છે.

અરૂણા ઈરાની (ફિલ્મ અભિનેત્રી)

(1:07 pm IST)