Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

હવે તો ખમૈયા કરોઃ સર્વત્ર પ્રાર્થના

કપાસ, તલ, મગફળીનો પાક બગડવાની સ્થિતિઃ લીલો દુકાળ પડવાની ભિતીઃ ગરબાના આયોજકો ચિંતામાં

કોટડાસાંગાણી પંથકમાં વાડીમાં પાક નિષ્ફળ જવાની શકયતા છે (તસ્વીરઃ કલ્પેશ જાદવ કોટડાસાંગાણી)

રાજકોટ તા. ૩૦: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર સતત વરસતા વરસાદના કારણે લોકો ચિંતામાં પડી ગયા છે અને હવે વરાપ નીકળે તેની રાહ જોઇ રહ્યા છે.

ભારે અને અવિરત વરસાદના કારણે કપાસ, તલ, મગફળીનો પાક બગડવાની સ્થિતિ છે અને લીલો દુકાળ પડવાની શકયતા છે.

ભારે વરસાદના કારણે નવરાત્રીના આયોજકો પણ ચિંતામાં પડી ગયા છે.

કોટડાસાંગાણી પંથકમા સતત પડી રહેલા વરસાદના કારણે ખેતીના પાકને ભારે નુકશાન ખેડૂતો ચીંતામાં મુકાયા

ધોરાજી

મોંઘા ભાવોના અને જીએસટી ભરીને જંતુનાશક દવાઓ તથા બિયારણો લઈને ખર્ચ માથે પડે તેવી સ્થિતિ નિર્માણ થવા પામી છે છેલ્લા બે અઢી મહિના થી સતત વરસતાં વરસાદને કારણે ખેડૂતોને પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે ત્યારે ધોરાજી તાલુકા નાં ઉમરકોટ ગામનાં ખેતરમાં પણ પાક હાલ સુકાઈ જવાં માંડયા છે જેમાં કપાસ મગફળી તલ એરંડા જેવા મુખ્ય મહામુલા પાકો બળી જવાની ભીતિ સેવાઈ રહી છે કયાંક તો તલ નો પાક તો કયાંક મગફળી પાકને ભારે નુકશાન થવા પામ્યુ છે સતત વરસાદ વરષવાને કારણે ખેતરોમાં પાણી ભરાયા ગયાં હોય ખેડૂતો ખેતરોમાં જવાં માટે પણ પરેશાની વેઠવી પડે છે સારી ઉપજની અપેક્ષા એ ખેડૂતો એ અલગ અલગ પ્રકારના વાવેતરોનું વાવેતરો કરવામાં આવ્યા હોય પણ સતત વરસતાં વરસાદને કારણે ખેડૂતોને પાક નિષ્ફળ જઈ રહયો તેવું જણાવેલ હતું

વરસાદન રોકાઈ તો ખેડૂતો દેવાનાં ડુંગર માં ડૂબશે એવી પરિસ્થિતિ નિર્માણ થવા પામી છે ખેડૂતોને લીલો દુકાળ પડે તેવી ભીતિ સતાવી રહી છે જીએસટી ભરીને જંતુનાશક દવાઓ તથા બિયારણો લઈને ખર્ચ માથે પડે તેવું ખેડૂતો જણાવી રહયા છે

છેલ્લા અઢી માસથી વરસી રહેલ વરસાદને કારણે ખેતર માં ઉભો મગફળી કપાસ અને તલ સહીતનો મુખ પાક બળવા લાગ્યો છે મગફળી કપાસ અને તલ ના ઉભા પાક પર સતત વરસતા વરસાદને કારણે અનેક રોગ જેવા કે ફૂગ રાતડ્યો અને કૂકડ જેવા રોગ આવી ગયા છે ખેડૂતો એ મોંઘા ભાવના ખરીદેલ બિયારણ જંતુનાશક દવા જેમાં પણ જીએસટી સહીત રકમ ચૂકવી અને વાવેતર કર્યું પરંતુ સતત વરસતા વરસાદને કારણે પાક નિસ્ફળ જતા ખેડૂતો ને હિજરત કરવી પડે એવી સ્થિતિ નું નિર્માણ થયું છે

ભાદરવામાં પણ ભારે વરસાદ વરસી રહ્યો હોવાથી ખેતરમાં ઉભા પાક બળીને ખાક થઇ ગયા છે તો જગ્યાએ જગ્યાએ ખેતરોમાં વરસાદી પાણી ભરાયા ધોરાજી પંથકમાં અંદાજિત ૧૨૦૦ હેકરમાં કપાસ અને ૧૩૦૦ હેકરમાં મગફળી અને ૧૧૦૦ હેકર માં તલ અને મકાઈ જુવાર વગેરે પાકો નું વાવેતર થયેલ છે પરંતુ ખેડૂતો નું કેહવું છે કે જો હવે વરસાદ વરસતો બંધ નહીં થાય તો સંપૂર્ણ પાક નિસ્ફળ જશે અને ખેડૂત દેવાના ડુંગર નીચે દબાઈ જશે

પેહલા ખેડૂતો વરસાદ સમય સર વર્ષે એમાટે પ્રાર્થના કરી રહ્યા અને હવે આકાશ તરફ મીટ મંડી ને હાથ જોડી અને વરુણદેવ ને વિંનતી કરે છે કે મેઘરાજા બસ હવે ખમૈયા કરો નહીંતર ખેડૂતો એ રાતા પાણી એ રોવાનો અને હિજરત કરવાનો વારો આવશે

ભાદરવે વરસતો ભરપૂર વરસાદ હવે ખેડૂતો માટે ચિંતા રૂપ બન્યો છે ખેડૂતો વરસતા વરસાદને જોઈ ચિંતા તુર બન્યા છે અને વરસાદ વિરામ લે માટે ખેડૂતો ભગવાનને પ્રાર્થના અને વિંનતી કરી રહ્યા છે

કોટડાસાંગાણી

કોટડાસાંગાણીઃ કોટડાસાંગાણી પંથકમા સતત વરસી રહેલા વરસાદના કારણે ખેતીના પાકને વધુ પડતા પાણીથી નુકશાન થવા લાગતા ખેડુતોમા ભારે ચીંતાનો માહોલ છવાયો છે.

કોટડાસાંગાણી તાલુકા ચોમાસાની શરુઆતમા સારા વરસાદની આસમા ખેડુતોએ કપાસ મગફળી સહીતના પાકોનુ વાવેતર કર્યુ હતુ. તે સમયે એકાએક વરસાદ ખેંચાઈ જતા તાલુકાના ખેડુતોની માથે ચીંતા વાદળો દ્યેરાયા હતા ત્યારબાદ ડોઢેક માસના વીરામ બાદ મેદ્યરાજા એ પધરામણી કર્યા બાદ સતત સમયાંતરે વરસી રહેલા વરસાદના કારણે મગફળી અને કપાસ તેમજ કઠોળના પાકને ભારે નુકશાન થવા પામ્યુ છે. વધુ પડતા પાણીના કારણે પાકના મુળ સળી જવા તેમજ કપાસના ફુલ ખરી જવા અને મગફળી જમીનમાજ ઉગવા લાગી છે અને પીળી પડી જવાથી મગફળીનો પાલો પણ ખેડુતને પશુઓને નીરણ તરીકે ઉપયોગ પણ ન લઈ શકે તેવી પરીસ્થિતી નુ નિર્માણ થવા લાગ્યુ છે. એક તરફ ગત વર્ષે નહીવત વરસાદ અને પાકના ન મળેલ પોષણક્ષમ ભાવને કારણે તાલુકાના અનેક ખેડુતો દેવામાથી હજુ ઉંચા નથી આવ્યા અને આ વર્ષે વરસાદ ખેંચાવાથી એક વખત ફેઈલ ગયેલા બીયારણ ફરીથી વાવેતર કર્યા તેના ખર્ચાઓના કારણે પણ ખેડુતોની આર્થીક સ્થિતિમા નોંધપાત્ર ડામ આવેલ ત્યારે સતત છેલ્લા બે ત્રણ વર્ષથી ઓછા વરસાદના કારણે ખેતીમા ખોટ ખાતો ખેડુતને આ વર્ષે સતત વરસી રહેલા વરસાના કારણે ખેતીમા ઉભેલા પાકને વધુ પાણી લાગી જવાથી ભારોભાર નુકસાન થતા હાલ ખેડુતોની સ્થિતી પડ્યા પાટુ લાગ્યા જેવી થઈ છે.આજની સ્થિતિએ કોટડાસાંગાણીમા સીજનનો રેકોર્ડબ્રેક ૪૪ ઈંચ જેટલો વરસાદ ખાબકિ ચુકયો છે. ત્યારે તાલુકાના ખેડુતો કુદરતને વરસાદના ખમૈયા કરવાની પ્રાથના સતત કરી રહ્યો છે.

ભાવનગર

 ભાવનગર તા.૩૦:ભાવનગર જિલ્લાના તળાજા પંથકના ખેડૂતો પાછલા વર્ષો માં ઓછા વરસાદ અને ખેત પેદાશનું ઓછુ ઉત્પાદન,ભાવની અનિયમિતતા ના કારણે મંદીનો સામનો કરી રહ્યા હતા.ત્યાંઓણ સાલ વધુ વરસાદ ના કારણે લીલા દુષ્કાળ નો ઓછાયો વર્તાવવા લાગ્યા છે. મોટા ભાગની ખેત પેદાશ સાવ ખરાબ થઇગઈ છે અમૂક માં મોટી નુકશાની દેખાઈ રહી છે.

ખેડૂતો એ હૈયા વરાળ ઠાવતા જણાવ્યું હતુંકે કપાસ ની આજની તારીખે પચાસ ટકાથી વધુ નુકશાની છે. પેલીવિણ નિષ્ફળ ગઈ છે. પ્રથમ નવરાત્રી એ કપાસ ની ખરીદી ની બોણી થતી હોયછે પણ સતત વરસાદ ના કારણે હજુ પૂરતા ઝિંડવા જ નથી બેઠા.મુંડા ઈયળ નો ઉપદ્રવ વધી રહ્યો છે. મોંદ્યાભાવની દવા નો છંટકાવ કરીએ તો સતત વરસાદ ના કારણે ધોવાઈ જતી હોય ઉલટા નું નુકશાન જઈ રહ્યું છે.

મગફળીના પાક ને સિત્ત્।ેર ટકા નુકશાની થઇ ચૂકી હોવાનો.ખેડૂતો નો દાવો છે. ફાલ બેઠોજ નથી. ફૂગ આવી ગઈ છે. ચારોલું થાય તેવી પોઝિશન પણ નથી.

તલ અને બાજરી સાવ નિષ્ફળ છે. કઠોળ નેપણ નુકશાની છે. બાજરો લણવા ના સમએજ વધુ વરસાદ ના કારણે કાળો પડી ગયો. કડવો થઈગયો છે. શેરડી પણ ઢળવા લાગી છે. ખેડૂતો લીલા દુષ્કાળ જોઈ રહ્યાંછે.

કામરોલ ગામના ખેડૂત આગેવાન અશોકસિંહ સરવૈયાનું કહેવું છેકે શાકભાજી હજુપણ મોંદ્યા થઈ શકેછે. કારણકે સતત વરસાદ ના પગલે સુકારો લાગી રહ્યો છે.તળાજા પંથક નું શાક બકાલુ મીઠા સ્વાદ ને લઈનેપણ વખણાય છે.અહીં અન્ય શહેરો કરતા દરરોજ તાજુ અને સસ્તું શાકભાજી મળે છે.તે હજુ વરસાદ ચાલુ રાહશેતો વધુ મોંદ્યુ બની શકેછે.

ખેતીસાથે પશુપાલન નોપણ વ્યવસાય કરનાર રઘુભા સરવૈયા નું કહેવું છેકે દરેક પશુ પાલક માટે માઠા સમાચાર એ છેકે દ્યાસચારો વધુ વરસાદ ના કારણે લાલ થઈને બળી ગયો છે.૧૦૦% નિષ્ફળ છે.એ ઉપરાંત ખોળ કપાસિયા ના ભાવ પણ વધીને દબબલ થઈ ગયા છે.આવનારા દીવસો માં ગામડાનુ શુદ્ઘ દૂધ મોંદ્યુ થઈ શકે છે.

સરકાર ભલે કહે મંદી નથી. પણ વરવી વાસ્તવિકતા કંઈક જુદીજ છે.આ બાબતે શિક્ષક ની નોકરી કરતા ખેડુત પુત્ર રણજીતસિંહ ગોહિલ ના જણાવ્યા પ્રમાણે પચાસ વિધાના ખેડૂતઙ્ગ આજે અલંગ માં માસિક રૂપિયા નવ હજાર ની નોકરી કરવા મજબૂરઙ્ગ થયાછે. ખેડૂત ની વેદના જણાવતા કહ્યું કે પચાસ વીદ્યા જમીન વિવિધ પાકના વાવેતર ને લઈ લિલીછમ છે.પણ શુ ઉપજ આવે તે નક્કી નથી. આથી દ્યરખર્ચ કાઢવા માટે નોકરી કરવી પડે છે.

(11:45 am IST)