Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

જામકંડોરણા-રાપર ૭II, લોધીકામાં ૬ ઇંચ વરસાદ

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં અવિરત મેઘમહેરઃ નદી, નાળા ડેમ છલોછલ

રાજકોટ તા. ૩૦ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર મેઘમહેરથી લોકોમાં ચિંતા પ્રસરી ગઇ છે. ત્યારે જામકંડોરણા અને રાપરમાં સાડા સાત ઇંચ વરસાદ વરસ્યો  હતો. જયારે લોધીકામાં ૬ ઇંચ વરસાદ વરસતા સર્વત્ર પાણી...પાણી  થઇ ગયું છે.

છેલ્લા ઘણા દિવસોથી વરસતા વરસાદના કારણે નદી, નાળા, ડેમ છલોછલ ભરાઇ ગયા છે.

ગઇકાલે ધોધમાર વરસાદથી રવિવાર હોવા છતાં લોકોને ઘરમાં બેસી રહેવુ પડયુ હતું. રવિવારે આખો દિવસ કયાંક ભારે તો કયાંક હળવો વરસાદ વરસ્યો છે.

જામકંડોરણા

 જામકંડોરણા :.. જામકંડોરણામાં રવિવારની વહેલી સવારથી અવિરત વરસાદ ચાલુ થતાં આજે સવાર સુધીમાં ૧૮પ મી. મી. (સાડા સાત ઇંચ) વરસાદ પડયો હતો આ સાથે મોસમનો કુલ વરસાદ ૯પ૭ મી. મી. થયેલ છે. આ વરસાદથી ખેતરોમાં રસ્તાઓ પર સર્વત્ર પાણી જોવા મળી રહ્યા હતા વધુ વરસાદ વરસવાથી મોલાતોને નુકશાનીની ભીતિ સેવાય રહી છે.

ઢાંક

ઢાંક :.. ઉપલેટા તાલુકાના ઢાંક ગામે શનીવારે રાતે ધમાકેદાર વરસાદ પડયો હતો આખી રાત દરમિયાન ચાર ઇંચ જેટલો વરસાદ પડયો હતો. અને બીજે દિવસે કાલે સવારથી જ અવિરત વર્ષાદ વરસવાનું ચાલુ રહ્યું હતું. આમ આખો દિવસ વરસાદને લીધે વાતાવરણમાં ઠંડીનું મોજુ ફરી વળ્યુ હતું. અને ખેડૂતોમાં ખુશીની લહેર છવાઇ ગઇ હતી.

જુનાગઢ

જુનાગઢ : જુનાગઢ  ગઇકાલ સવરે ૬ વાગ્યાથી આજ સવાર સુધીમાં જૂનાગઢ જીલ્લામાં ર થી ૪ ઇંચ વરસાદ નોંધાયો છે.

આમ જૂનાગઢ જીલ્લામાં નવેનવ તાલુકાઓમાં સરેરાશ બે થી ચાર ઇંચ વરસાદ નોંધાયો છે અને આ લખાય છે ત્યારે મેઘાવી માહોલ સાથે વરસાદ ધીમી ધારે વરસી રહ્યો છે.

છેલ્લા ર૪ કલાકમાં પડેલા વરસાદના આંકડા નીચે મુજબ છે.

દેવભૂમિ દ્વારકા

ખંભાળીયા

૧૬૦ મી.મી.

ભાણવડ

૩ર૮ ''

કલ્યાણપુર

૧૯૩ ''

દ્વારકા

૪ર ''

જામનગર

જામનગર

૮૮ ''

કાલાવડ

૬૦ ''

લાલપુર

૮૮ ''

જામજોધપુર

ર૧૭ ''

ધ્રોલ

૬૧ ''

જોડિયા

૧૧૬ ''

રાજકોટ

ઉપલેટા

૭૪ ''

કોટડાસાંગાણી

૮ર ''

ગોંડલ

૧૦૯ ''

જેતપુર

૭૧ ''

જસદણ

ર૭ ''

જામકંડોરણા

૧૮પ ''

ધોરાજી

૧૦૯ ''

પડધરી

પ૩ ''

રાજકોટ

૧૦૦ ''

લોધીકા

૧પ૦ ''

વિંછીયા

પ ''

કચ્છ

અંજાર

૧૦૩ ''

ભચાઉ

૧૧૯ ''

ભુજ

૧ર ''

ગાંધીધામ

૯૪ ''

માંડવી

રર ''

મુંદ્રા

૬૭ ''

રાપર

૧૮૧ ''

મોરબી

મોરબી

૧૧૧ ''

વાંકાનેર

૭૩ ''

હળવદ

પપ ''

ટંકારા

૯પ ''

માળીયામિંયાણા

૧૧પ ''

જુનાગઢ

કેશોદ

૭૪ ''

જુનાગઢ

૧૦૩ ''

ભેંસાણ

૧૧૦ ''

મેંદરડા

પ૩ ''

માંગરોળ

પ૭ ''

માણાવદર

૭૦ ''

વંથલી

૭૬ ''

વિસાવદર

૬૬ ''

અમરેલી

 

ખાંભા

૪૬ ''

બાબરા

૩૭ ''

લીલીયા

ર૪ ''

સાવરકુંડલા

રર ''

વડિયા

૮૦ ''

અમરેલી

૩૦ ''

જાફરાબાદ

૧૦ ''

ધારી

પ ''

બગસરા

૩૪ ''

રાજુલા

૧૩ ''

લાઠી

૧ર ''

સુરેન્દ્રનગર

ચોટીલા

પ૪ ''

ચુડા

ર૩ ''

પાટડી

૩પ ''

ધ્રાંગધ્રા

૮ર ''

થાગઢ

૬૬ ''

લખતર

૩૧ ''

લીંબડી

ર૮ ''

મુળી

પ૦ ''

સાયલા

૪૯ ''

વઢવાણ

૩ર ''

ગીર સોમનાથ

કોડીનાર

૪૬ ''

તાલાલા

૭ર ''

વેરાવળ

૩૪ ''

સૂત્રાપાડા

૧પ ''

ઉના

૧૯ ''

બોટાદ

૩ર ''

બરવાળા

૧૧ ''

બોટાદ

૧૮ ''

રાણપુર

૧૦ ''

ભાવનગર

ઉમરાળા

૧પ ''

જેશર

૧૧ ''

તળાજા

૩ ''

વલ્લભીપુર

૭ ''

પાલીતાણા

પ ''

ભાવનગર

૧ ''

મહુવા

૬ ''

શિહોર

૧ '

(12:28 pm IST)