Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

યુપી-બિહારમાં પુરનો પ્રકોપઃ ૯ જીલ્લામાં ઓરેન્જ એલર્ટ

અત્યાર સુધીમાં ૧૨૦ના મોત : અનેક સ્થળોએ ૮ ફુટ પાણી ભરાયા

નવી દિલ્હી,તા.૩૦: યુપી અને બિહારમાં પુરનો પ્રકોપ યથાવત છે. સપ્ટેમ્બરના અંતમાં આફત એવી રીતે વરસી રહી છે કે અનેક જગ્યાએ પાણી-પાણી જોવા મળ્યું છે. રસ્તાઓ જાણે નહેર બની ગયા છે. અનેક શહેરોમાં તો બોટ લઇને ફરવું પડે છે. તેમાં સૌથી વધું અસર યુપી -બિહારમાં પુરોનો કહેર ચાલું છે.

છેલ્લા ૪ દિવસથી દેશમાં ભારે વરસાદને કારણે ૧૨૦થી વધુ લોકોના મોત થયા છે જેના કારણે સૌથી વધારે મૃત્યુ ઉત્ત્।ર પ્રદેશમાં થયા છે. બિહારમાં હાલ સુધી ૨૭ લોકોના મોત થયા છે. તો યૂપીમાં ગુરુવારથી હાલ સુધી લગભગ ૯૩ લોકોના મોત થઈ ચૂકયા છે.

અવિરત વરસાદના કારણે દેશના અનેક રાજયોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. છેલ્લા ૪ દિવસોમાં વરસાદની સાથે જોડાયેલી દ્યટનામાં ૧૨થી વધુ લોકોના મોત થયા છે. જેમાં સોથી વધુ મોત ઉત્ત્।ર પ્રદેશમાં થયા છે. બિહારમાં સતત થતા વરસાદને કારણે સામાન્ય જીવન પ્રભાવિત થયું છે. રાજધાની પટનાના દરેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે અને રોજની જરૂરિયાતોને પૂરી કરવા માટે લોકો સંદ્યર્ષ કરી રહ્યા છે.

વરસાદને કારણે બિહારમાં હાલ સુધી ૨૭ લોકોના મોત થયા છે. ૧૯૭માં પટનામાં પૂર આવ્યું એની સ્થિતિ આજે રાજેન્દ્રનગરમાં જોવા મળી રહી છે. રાજેન્દ્રનગરમાં હોડીઓ ચાલી, પણ પાણી કોઈએ જોયું નહીં. શહેરની અનેક હોસ્પિટલ, દુકાન, બજાર જળમગ્ન થયા છે. વાહન વ્યવહાર ખોરવાયો છે. લોકોનું દ્યરમાંથી નીકળવું મુશ્કેલ બન્યું છે. અનેક જગ્યાએ પાણી ભરાવવાની સ્થિતિ સર્જાઈ છે. રાજયના ભાગલપુરઅને કૈમુરમાં વરસાદથી મોતના સમાચાર મળી રહ્યા છે. અન્ય તરફ મુખ્યમંત્રી નીતિશ કુમારે જળાધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ કરી અને સાથે કહ્યું કે શકય તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. હું રાજયના લોકોને ધૈર્ય અને હિંમત રાખવાની અપીલ કરું છું.

પટનાના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. પાવર સબ સ્ટેશનોમાં પાણી ભરાઈ જવાના કારણે વીજળી પણ ગુલ થઈ. રાજયના પાંચ મંત્રી નંદ કિશોર યાદવ (સડક નિર્માણ મંત્રી), કૃષ્ણ નંદન વર્મા (શિક્ષા મંત્રી), સુરેશ શર્મા (નગર વિકાસ મંત્રી), સંતોષ નિરાલા (પરિવહન મંત્રી) અને ઉપ મુખ્યમંત્રી સુશીલ મોદીના રહેઠાણે પણ પાણી ભરાયા. આ સમયે અધિકૃત નિવેદન આવ્યું છે કે ઝારખંડના ગુમલા જિલ્લામાં રવિવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો નક્કી કાર્યક્રમ રદ કરાયો છે. સૂત્રોએ જણાવ્યું છે કે ભારે વરસાદના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

 યૂપીમાં ગુરુવારથી હાલ સુધી લગભગ ૯૩ લોકોના મોત થઈ ચૂકયા છે. રાજય સરકારના રિપોર્ટ અનુસાર રવિવારે ૧૪ લોકોના મોત થયા હતા. આ પહેલાં શનિવારે ૨૫ અને શુક્રવારે ૧૮ લોકોના મોત થયા છે. આ પહેલાં પણ ૩૬ લોકોના મોત થયા હતા. કેન્દ્રીય જળવિભાગના અપરગંગા બેસિન સંગઠન, લખનઉના ઘાઘરા અને શારદા નદીના અનેક સ્થાનો પર સામાન્ય કરતાં પાણી વધારે ઉપર વહી રહ્યું છે.

અધિકારીઓએ જણાવ્યું છે કે ગુજરાતમાં સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે રવિવારે રાજકોટ જિલ્લામાં ભારે વરસાદના કારણે કાર વહી ગઈ અને સાથે ત્રણ મહિલાઓએ પણ જીવ ગુમાવ્યા. ઉત્ત્।રાખંડ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં શનિવારે ભારે વરસાદના કારણે બનેલી ઘટનાઓમાં ૧૩ લોકોના મોત થયા છે. અનેક અધિકારીઓએ રવિવારે જણાવ્યું કે જમ્મૂ કાશ્મીરમાં આંતરરાષ્ટ્રિય સીમાની પાસે બીએસએફના ૫૪ વર્ષના ઉપ નિરિક્ષકના ડૂબવાની શકયતા છે. તેઓ ૩૬મા બટાલિયનથી હતા.

દેશભરમાં પૂરના રાહત કાર્યમાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ અને સેનાની અનેક ટીમો જોડાઈ છે. ફકત બિહારમાં પ્રભાવિત વિસ્તારોમાં ૧૯ ટીમો રાખવામાં આવી છે. NDRFની ટીમ અન્ય એજન્સીઓ સાથે મળીને પ્રભાવિત સ્થાનો પર સુરક્ષા પહોંચાડી રહી છે. રવિવારે એનડીઆરએફની ટીમે પટનાના નીચેના વિસ્તારોમાં રાહત અભિયાન ચલાવ્યું અને ૨૩૫ લોકોને સુરક્ષિત જગ્યાએ પહોંચાડ્યા છે. હાલ સુધી બિહારમાં ૪૯૪૫ લોકો અને ૪૫ મવેશિયોને સુરક્ષિત જગ્યાએ પહોંચાડવામાં આવ્યા છે.

(11:49 am IST)