Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

રાબડી દેવીએ ઘરમાંથી તગેડી મૂકી હોવાના વધૂ એશ્વર્યાના આરોપ

એશ્વર્યાની ફરિયાદ પછી પોલીસ રાબડી દેવીના સરકારી બંગલે પહોંચી

પટણા, તા.૩૦: બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલૂ પ્રસાદ યાદવના ઘરમાં પારિવારિક ઝઘડાઓ હવે કાયદાકીય કાર્યવાહી તરફ વધ્યા છે. લાલૂના મોટા પુત્ર તેજપ્રતાપ યાદવની પત્નિ એશ્વર્યાએ સાસુ રાબડી દેવી અને નંણદ મીસા ભારતી પર ઘરમાંથી બહાર કાઠી મૂકવાના આરોપ સાથે પોલીસ ફરિયાદ કરી છે.

એશ્વર્યાએ પોલીસમાં ફરિયાદ કરી હતી કે, તેમની સાસૂ અને પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી તથા તેમની નંણદ અને રાજયસભા સભ્ય મીસા ભારતીએ ભેગા મળીને તેમને ઘરની બહાર તગેડી મૂકયા છે. આ ફરિયાદને આધારે પોલીસ પટણામાં સ્થિત રાબડી દેવીના સરકારી બંગલા પર પહોંચી ગઇ હતી. નોંધનીય છે કે, ગત સપ્તાહમાં યાદવ પરિવારની વધૂ એશ્વર્યાનો તેમના સાસરામાંથી પગપાળા બહાર નીકળી જતો વિડીયો વાયરલ થયો હતો.  

વાયરલ વિડીયોમાં યાદવ પરિવારની વધૂ રડતા જોવા મળ્યા હતા. રાબડી દેવીના ઘરમાંથી નીકળીને એશ્વર્યા તેમના પિતાની કારમાં બેસી નીકળી ગયા હતા. આ પહેલા તેજપ્રતાપના છૂટાછેડાનો મામલો ચગ્યો હતો. પરંતુ એશ્વર્યા તેમની સાથે જ રહી રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, યાદવ પરિવારના ઝદ્યડા અને ખાસ કરીને તેજપ્રતાપ યાદવનો છૂટાછેડાનો મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો. છૂટાછેડા માટે તેજપ્રતાપે કોર્ટમાં અરજી કરી હતી. જે અંગે કોર્ટમાં કાર્યવાહી ચાલી રહી હોવાના અહેવાલ છે.

(10:03 am IST)