Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

SBIમાં ખાતું હોય તો એક ઓકટોબરથી મીનીમમ બેલેન્‍સ મીનીમમ ઉપાડ-પૈસા ભરવા સહિતના નવા નિયમો જાહેર

નવી દિલ્હી :  SBI ના કેટલાંક નિયમોમાં પહેલી ઓક્ટોબરથી ફેરફાર કરવામાં આવી રહ્યા છે. બેન્ક દ્વારા NEFT , RTGS , માસિક મિનિમમ બેલેન્સ અને ફ્રી ટ્રાન્ઝેક્શન સહિતના નિયમોમાં ફેરફાર પહેલી ઓક્ટોબરથી અમલી બનાવાશે. SBI ગ્રાહકો અમુક સીમા બાદ ખાતામાં મફતમાં પૈસા જમા નહીં કરાવી શકે. જો તમારી પાસે SBI નું ખાતું હોય તો તમારા માટે એકાઉન્ટમાં મિનિયમમ બેલેન્સના નિયમો અને શરતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

જેથી તમને કોઈ પરેશાની થશે નહીં. આવો જાણીએ આ અંગેની જરૂરી વાતો ભારતીય સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા(એસબીઆઈ) પોતાના બેંક ચાર્જ અને ટ્રાન્જેક્શનને લઈને ઘણા નિયમો પર પરિવર્તન કરવા જઈ રહી છે. 1 ઓક્ટોબર-2019 થી બેંક પોતાના સર્વિસ ચાર્જમાં ઘણા બદલાવો કરવાની છે.

SBI ના કસ્ટમર 1st ઓક્ટોબરથી પોતાના ખાતામાં મહિનામાં માત્ર ત્રણ વાર રોકડ રકમ જમા કરી શકશે અને ચોથી વાર અથવા તો તેથી વધુ વાર રકમ જમા કરવા ગયા તો દરેક ટ્રાન્ઝેક્શન ઉપર રૂ.૫૦ તથા ૧૨ ટકા જીએસટીનો ચાર્જ લેવામાં આવશે.

પહેલી ઓક્ટોબરથી શહેરોમાં એસબીઆઇની શાખાઓમાં મિનિમમ બેલેન્સ રૂ.5000 થી ઘટાડી રૂ.3000 રહેશે જ્યારે સેમિ અર્બન શાખાઓમાં ગ્રાહકોએ રૂ.,૦૦૦ અને ગ્રામ્ય શાખામાં ઓછામાં ઓછું રૂ.1000 નું બેલેન્સ મેન્ટેન કરવાનું રહેશે.

બેંકના સર્કુલરના આધારે દેશના છ મેટ્રો શહેરો જેવા કે મુંબઈ, દિલ્લી, ચેન્નઈ, કલકત્તા, બેંગ્લોર અને હેન્દ્રાબાદમાં બેંકના એટીએમ પર લોકો દરેક મહિને 10 ટ્રાન્જેક્શન કરી શકશે. જ્યારે અન્ય શહેરોમાં એસબીઆઈના એટીએમ પર 12 ટ્રાન્જેક્શન કરી શકાશે. જો કોઈ વ્યક્તિ બીજી બેંકના એટીએમનો પ્રયોગ કરે છે તો પછી તેને મહિનામાં પાંચ ટ્રાન્જેક્શન કરવાની સુવિધા મળશે. જો કે એસબીઆઈએ રિયલ ટાઈમ ગ્રાસ સેટલમેન્ટ(આરટીજીએસ)પર લાગનારા ચાર્જ પર રાહત આપી છે.

(12:00 am IST)