Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

મુંબઇના માનખુર્દમાં પત્નીના અશ્લીલ વિડિયો બનાવી બ્લૅકમેઇલ કરનાર યુવકની ધરપકડ

મુંબઇ:   પોતાની પત્નીના અશ્લીલ વિડિયો બનાવીને તેને દેહવ્યવહાય કરવાનું દબાણ કરવાની સાથે બ્લૅકમેઇલ કરવાના આરોપસર માનખુર્દ પોલીસે એક યુવકની ત્રણ દિવસ પહેલાં ધરપકડ કરી હતી. પ્રેમલગ્ન કર્યા બાદ સંબંધ વણસતાં પત્નીને પાઠ ભણાવવાનું પતિનું કૃત્ય ભારે પડ્યું હતું.

પોલીસે જણાવ્યા મુજબ માનખુર્દમાં રહેતી ૨૩ વર્ષની એક યુવતીના ૨૦૧૫માં આરોપી જિશાન શેખ સાથે પ્રેમલગ્ન થયાં હતાં. ત્રણ વર્ષ સુધી બધું બરાબર ચાલ્યું હતું, પરંતુ ૨૦૧૮થી પતિ-પત્નીના સંબંધ વણસતાં તેઓ જુદાં રહેવા માંડ્યાં હતાં. જોકે સગાંસંબંધીઓએ સમજાવટ કરતાં તેઓ ફરી થોડો સમય માનખુર્દમાં સાથે રહેવા માંડ્યવાં હતાં.

પત્નીએ નોંધાવેલી પોલીસ-ફરિયાદમાં લખ્યું છે કે હું ૨૮ માર્ચ ૨૦૧૯થી ૩૦ એપ્રિલ ૨૦૧૯ દરમ્યાન પતિ જિશાન સાથે રહેતી હતી ત્યારે તેણે મારી જાણ બહાર અમારા શારીરિક સંબંધ બાંધતા સમયની સાથે નાહતી હોઉં ત્યારના અશ્લીલ વિડિયો બનાવ્યા હતા. બીજી મેના દિવસે મને જિશાનનાએક ફ્રેન્ડ દ્વારા ખબર પડી હતી કે જિશાને મારા અશ્લીલ વિડિયો ઉતાર્યા છે. અમે હવે અલગ રહીએ છીએ એટલે મેં જિશાનને ફોનથી આ વિશે પૂછ્યું ત્યારે તેણે મને કહ્યું કે હવે હું જેમ કહીશ એમ તારે કરવું પડશે. તેણે મને તેના બે મિત્ર પાસે દેહવ્યવસાય કરવા માટે મોકલી હતી, પરંતુ મને એવું ગમતું ન હોવાથી મેં ના પાડી દીધી હતી અને આ બાબતની ફરિયાદ માનખુર્દ પોલીસ-સ્ટેશનમાં નોંધાવી હતી.

માનખુર્દના એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે અમે ૨૬ સપ્ટેમ્બરે પત્નીના અશ્લીલ વિડિયો બનાવીને તેને બ્લૅકમેઇલ કરવાના આરોપસર જિશાન શેખ તથા તેના બે મિત્રો વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી. આ સંદર્ભે અત્યાર સુધી અમે જિશાનની ધરપકડ કરી છે.

(8:11 am IST)