Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

ઉત્તરપ્રદેશના ઉન્નાવ બળાત્કાર કેસમાં પીડિતાને દિલ્હીમાં કોઇ મકાન ભાડે આપતું નથી !! દિલ્‍હી મહિલા આયોગ મદદરૂપ બનશે

નવી દિલ્હી : ઉત્તરપ્રદેશના ઉન્નાવ બળાત્કાર પીડિતા અને તેમના પરિવારને દિલ્હીમાં ભાડાનું મકાન આપવા કોઈ તૈયાર નથી. કથિત બળાત્કારના આ કેસમાં ભાજપના ધારાસભ્ય કુલદીપ સેંગર આરોપી છે. પીડિતાના વકીલ ધર્મેન્દ્રકુમાર મિશ્રાએ ડિસ્ટ્રિક્ટ જજ ધર્મેશ શર્માને આ જાણકારી આપી છે. વકીલના કહેવા અનુસાર છોકરીના કેસની પૃષ્ઠભૂમિ જણાવ્યા પછી મકાનમાલિક પોતાનું મકાન ભાડે આપવા માટે તૈયાર થતા નથી. કોર્ટે આ મામલે ગંભીરતા દાખવીને દિલ્હી મહિલા આયોગને આદેશ આપ્યો છે કે તેઓ પીડિતા અને તેમના પરિવારને દિલ્હીમાં રહેવા માટેની વ્યવસ્થામાં મદદ કરે. કોર્ટે દિલ્હી મહિરા આયોગનાં અધ્યક્ષને પીડિતાના પુનર્વાસની દેખરેખ માટે એક ટીમ બનાવવાનું કહ્યું છે. પીડિતા અને તેમનાં માતાએ જજ સામે દિલ્હીમાં રહેવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તેમનું કહેવું હતું કે તેઓને ઉત્તરપ્રદેશમાં ડર લાગે છે. આ મામલામાં યુપીના ધારાસભ્ય કુલદીપસિંહ સેંગર આરોપી છે.

(12:00 am IST)