Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

મહારાષ્ટ્ર ચુંટણીઃ ભાજપ-શિવસેના બેઠક વહેંચણીનું એલાન આજકાલમાં થશે

મુંબઇ : મહારાષ્ટ્ર વિધાનસભા ચુંટણી આડે રર દિવસ જ બાકી છે ત્યારે ભાજપ અને  શિવસેનાની યુતિની બેઠક વહેંચણીને લઇ  લોકોમાં ઉત્સુકતા છે. શિવસેનાના વડા ઉદ્વવ ઠાકરેએ જણાવ્યું હતું કે બેઠકોથી વહેંચણી અંગે આજકાલમાં એલાન કરવામાં આવશે.  વહેંચણી અંગે અમિત શાહ સાથે વાત થઇ ચુકી છે.

પૂણેમાં પક્ષના કાર્યકરોને સંબોધતા ઠાકરેએ વચમા મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસ પર કટાક્ષ પણ કર્યો હતો. તેમણે જણાવ્યુ હતુ કે અમે બંને (સીએમ અને ઉદ્વવ ઠાકરે વચ્ચે) બેઠક વહેંચણી અંગે વાતચીત કરી રહ્યા હતા ત્યારે મેં કહ્યું કે મેરા પક્ષ માત્ર પિતૃ છે અને પાર્ટીના સહુ કાર્યકર્તા પક્ષ છે.

(8:09 am IST)