Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

કેન્‍દ્રીયમંત્રી ગિરીરાજસિંહ કહે છે પાક.ના પી.એમ. જમ્‍મુ-કાશ્‍મીરનું સપનું છોડી દેવું જોઇએ

નવી દિલ્હી : કેન્દ્રીય પ્રધાન ગિરિરાજસિંહે પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાનની તુલના શ્વાનની પૂંછડી સાથે કરી. તેમણે જણાવ્યુ હતુ કે, કુતરાની પૂંછડી ગમે તેટલીવાર સીધી કરો પરંતુ તે વાકી જ રહે છે. પીએમ મોદી બુદ્ધની વાત કરે છે ત્યારે પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાન યુદ્ધની ધમકી આપે છે. ગિરિરાજસિંહે વધુમાં જણાવ્યુ હતુ કે, ઈમરાન ખાને જમ્મુ કાશ્મીરનું સપનુ છોડી દેવુ જોઈએ. આ પહેલા આ સપનાના કારણે પાકિસ્તાનને બે ભાગ થયા હતા. ગિરિરાજસિંહે આ પ્રકારનુ નિવેદન બિહારના ડામકોઠીમાં આપ્યુ હતુ. તેમણે ડામકોઠીમાં આર્ટિકલ 370 અને પશ્વિમ બંગાળના સીએમ મમતા બેનર્જી પર પણ પ્રહાર કર્યા હતા.

(12:00 am IST)