Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

ઉત્તર પ્રદેશ વિધાનસભાની પેટાચૂંટણી માટે સમાજવાદી પાર્ટીએ પાંચ ઉમેદવાર જાહેર કર્યા

ઘોસી, માનિકપુર, ઝૈદપુર, જલાલપોર અને પ્રતાપગ ઉમેદવાર જાહેર

લખનૌ : આગામી 21 ઓકટોબરે યોજનારી વિધાનસભાની પેટા ચૂંટણી માટે સમાજવાદી પાર્ટીએ રવિવારે ઉત્તર પ્રદેશમાં વિધાનસભા પેટા-ચૂંટણીઓ માટે 5 ઉમેદવારોની ઘોષણા કરી છે. જેમાં ઘોસી, માનિકપુર, ઝૈદપુર, જલાલપોર અને પ્રતાપગએ યોજાનારી પેટા-ચૂંટણીઓ માટે તેમના ઉમેદવારોના નામની ઘોષણા કરી છે.

જેમાં  ઘોસીથી સપાના ઉમેદવાર સુધાકર સિંહ, માનિકપુરથી નિર્ભયસિંહ પટેલ ઉમેદવાર, ઝૈદપુરથી એસપી ઉમેદવાર ગૌરવ રાવત, જલાલપોરથી સપાના ઉમેદવાર સુભાષ રાય,* બ્રિજેશ વર્મા પટેલ પ્રતાપગઢથી ઉમેદવારજાહેર કર્યા છે 

(12:00 am IST)