Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસના 51 ઉમેદવારો જાહેર : પાર્ટીની પહેલી યાદીમાં દિગ્જ્જોને મેદાનમાં ઉતાર્યા

પૂર્વ મુખ્યમંત્રી અશોક ચૌહાણને ભોકરથી ટિકિટ : પૂર્વ ગૃહમંત્રી સુશીલકુમાર શિંદે સોલાપુરથી ચૂંટણી લડશે

નવી દિલ્હી : કોંગ્રેસને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે 51 ઉમેદવારોનું પહેલી સૂચિ જાહેર કરી છે. પૂર્વ મુખ્યમંત્રી અશોક ચૌહાણને ભોકરથી ટિકિટ અપાઇ છે જ્યારે નિતિન રાઉતને નાગપુરથી ઉત્તર અને પૂર્વ ગૃહ મંત્રી સુશીલ કુમાર શિંદે પરિણીતિ સિંદે સોલાપુર સેન્ટ્રલથી ચૂંટણી લડશે.

. ગત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે 42 જયારે એનસીપીએ 41 બેઠકો પર જીત હાંસલ કરી હતી. જ્યારે ભાજપે 122 બેઠકો મેળવી હતી. કોંગ્રેસ અને એનસીપી વચ્ચે આગામી વિધાનસભા ચૂંટણીને લઇને થયેલ ગઠબંધનની પહેલા બંને પાર્ટીના ઘણા પ્રમુખ નેતાઓ સાથ છોડીને જઇ ચૂક્યા છે. આ નેતાઓમાંથી કેટલાક ભાજપ તો કેટલાકે શિવેસેનામાં સામેલ થયા છે.

(12:00 am IST)