Gujarati News

Gujarati News

News of Monday, 30th August 2021

કરનાલમાં પ્રદર્શનકારી ખેડૂતો ઉપર લાઠી ચાર્જના મામલે મુખ્યમંત્રી ખટ્ટર SDM નો બચાવ કર્યો : કહ્યું "આ એક પ્રશાસનિક નિર્ણય હતો'

કાનૂન વ્યવસ્થા માટે કડકાઈ જરૂરી હોવાનું જણાયું

ન્યૂ દિલ્હી : હરિયાણાના કરનાલમાં મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર વિરૂદ્ધ વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતો પર લાઠીચાર્જ કરવાનો મામલો ખુબ જ ચગી રહ્યો છે. ખેડૂત અને વિપક્ષ સતત કેન્દ્ર સરકાર અને રાજ્યની ભારતીય જનતા પાર્ટી સરકાર પર હુમલો કરી રહ્યાં છે. સોમવારે હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર સરકાર પર હુમલો કરી રહ્યાં છે. સોમવારે હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે કહ્યું કે, ખેડૂતો ઉપર લાઠીચાર્જ કરવાનો નિર્ણય એક પ્રશાસનિક નિર્ણય હતો.

સીએમ મનોહર લાલ ખટ્ટરે એસએમડીનો બચાવ કરતાં કહ્યું કે, શબ્દોની પસંદગી ઠિક નહતી. જોકે, કાનૂન વ્યવસ્થા બનાવી રાખવા માટે કડકાઇ જરૂરી હતી.

જ્યારે મનોહર લાલ ખટ્ટરે તે પ્રશ્ન કર્યો હતો કે, શું તમારી સરકારે કરનાલ એસડીએમ આયુષ સિન્હા વિરૂદ્ધ કોઈ એક્શન લેવામાં આવી છે કે નહીં. તેમને કહ્યું- મેં આખા પ્રકરણ પર એક રિપોર્ટ માંગ્યો છે. એવી શું પરિસ્થિતિ હતી, જેના કારણે પોલીસ અને પ્રદર્શનકારી ખેડૂત વચ્ચે ઘર્ષણ થયું હતું.

(11:35 pm IST)