Gujarati News

Gujarati News

News of Monday, 30th August 2021

કેન્સર અને ન્યૂરોબાયોલોજીમાં પીએચડીનો અભ્યાસ પૂર્ણ કરેલ કેરળના ડિઝાઇનર જ્યોર્જએ બનાવી દુનિયાની પ્રથમ એડિબલ સાડી

કેરળમાં ખાસ પ્રસંગોમાં પહેરવામાં આવતી હાફ વ્‍હાઇટ કલરની સાડીને ગોલ્ડન બોર્ડર દ્વારા શણગારમાં આવી

ડિઝાઈનર જ્યોર્જ હંમેશા આઉટ ઓફ ધ બોક્સ પ્રવૃતિઓ કરવાનું પસંદ કરે છે. તાજેતરમાં તેમણે કસાવૂ સાડી ડિઝાઈન કરી છે જે કેરળમાં ખાસ પ્રસંગોમાં પહેરવામાં આવતી હોય છે, હાફ વ્હાઈટ કલરની આ સાડીને ગોલ્ડન બોર્ડર દ્વારા શણગારવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, જ્યોર્જ એક ફેશન ડિઝાઈનર છે.

દુનિયાની પહેલી એડિબલ સાડી બનાવવાનું મારૂ સપનુ સાકાર થયુ :ડિઝાઈનર જ્યોર્જ

જ્યોર્જ થોડા સમય પહેલા કેન્સર અને ન્યૂરોબાયોલોજીમાં પીએચડીનો અભ્યાસ પૂર્ણ કર્યો છે અને બાદમાં તેને એડિબલ સાડી બનાવવાનો વિચાર આવ્યો હતો. તેમણે જણાવ્યુ હતુ કે, “દુનિયાની પહેલી એડિબલ સાડી બનાવવાનુ મારૂ સપનુ સાકાર થયુ.” તાજેતરમાં આ ડિઝાઈનરનો એડિબલ સાડીનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે, લોકોને આ સાડી જોઈને ખુબ આશ્વર્ય થઈ રહ્યુ છે.

સાડી બનાવવા માટે જ્યોર્જને એક અઠવાડિયાનો સમય લાગ્યો

આ સાડી બનાવવા માટે જ્યોર્જને એક સપ્તાહનો સમય લાગ્યો હતો. સાડીનું બેઝ બનાવવા માટે તેણે સ્ટાર્ચ વેફર પેપરનો ઉપયોગ કર્યો હતો. આ એડિબલ સાડી બનાવવા માટે જ્યોર્જને 30,000 રૂપિયા જેટલો ખર્ચ થયો હતો. આ સિદ્ધિનો શ્રેય તેણે તેના નાનાજીને આપ્યો હતો. તેમણે જણાવ્યુ હતુ કે, આ સ્કિલ તેમને તેના નાનાજી પાસેથી જ મળી હતી.

તમને જણાવી દઈએ કે, આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પરથી annaelizabethgeorge એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. લોકો આ વીડિયોને શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

(6:11 pm IST)