Gujarati News

Gujarati News

News of Monday, 30th August 2021

કાશ્મીરમાં જે આતંકવાદ છે, તે પણ ટૂંક સમયમાં સમાપ્ત થશે, આ વિશ્વાસ એટલે છે કારણકે અનુચ્છેદ 370, 35Aને પગલે અલગાવવાદી નેતાઓને જે તાકાત મળતી હતી. તે સમાપ્ત થઈ છેઃ રાજનાથ સિંહ

પાડોશી અફઘાનિસ્તાનમાં જે કઈ થઈ રહ્યું છે, જેમાં સુરક્ષાની દ્રષ્ટિએ સવાલ ઉભા થઈ રહ્યાં છે, અફઘાનિસ્તાનમાં બની રહેલી ગતિવિધિઓ પર અમારી ચાંપતી નજર છે, અમે દરેક નાગરિકને દેશમાં પાછા લાવીશું

નવી દિલ્હીઃ દિલ્હીમાં દિવંગત બલરામજી દાસ ટંડન વ્યાખ્યાનમાળા અંતર્ગત રાષ્ટ્રીય સુરક્ષા વિષય પર સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે દેશની સુરક્ષા અંગે મોટું નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે, કાશ્મીરમાં જે આતંકવાદ છે, તે પણ ટૂંક સમયમાં સમાપ્ત થશે. આ વિશ્વાસ એટલે છે કારણકે અનુચ્છેદ 370, 35Aને પગલે અલગાવવાદી નેતાઓને જે તાકાત મળતી હતી. તે સમાપ્ત થઈ છે.

સુરક્ષાકર્મીઓએ જડબાતોડ જવાબ આપ્યો: રાજનાથ સિંહ

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું કે, પાકિસ્તાન સમર્થિત આતંકવાદનું મોડલ ભારતમાં ધ્વસ્ત થયુ છે. તાજેતરમાં થોડા વર્ષોમાં તેમણે સરહદ પર યુદ્ધવિરામ ઉલ્લંઘન વધારી દીધુ હતું. જેનો સુરક્ષાકર્મીઓએ જડબાતોડ જવાબ આપ્યો છે. પાકિસ્તાનને પણ સમજમાં આવી ગયુ છે કે યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવાથી તેમને કોઈ ખાસ લાભ થવાનો નથી.

અફઘાનિસ્તાન પર ચાંપતી નજર: રાજનાથ સિંહ

રાજનાથ સિંહે કહ્યું કે, પાડોશી અફઘાનિસ્તાનમાં જે કઈ થઈ રહ્યું છે, જેમાં સુરક્ષાની દ્રષ્ટિએ સવાલ ઉભા થઈ રહ્યાં છે. અફઘાનિસ્તાનમાં બની રહેલી ગતિવિધિઓ પર અમારી ચાંપતી નજર છે. અમે દરેક નાગરિકને દેશમાં પાછા લાવીશું.

વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં સેનાને ભરપૂર છૂટ

રાજનાથ સિંહે કહ્યું કે, વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં સરકારે સેનાઓને સ્પષ્ટ જણાવ્યું છે કે એલએસી પર કોઈ પણ એકબાજુની કાર્યવાહીને નજરઅંદાજ ના કરવામાં આવે. ગલવાનમાં પણ ભારતીય સેનાએ આ કરી બતાવ્યું અને સંપૂર્ણ વીરતાપૂર્વક ચીનના સૈનિકો સામે મુકાબલો કરીને તેમને પાછળ હટવા માટે મજબુર કર્યા. સંરક્ષણ પ્રધાને કહ્યું કે, ગલવાનની ઘટનાને એક વર્ષ થયુ છે. પરંતુ જે શૌર્ય, પરાક્રમ અને  સહકારમાં સંયમનો પરિચય ભારતીય સેનાએ આપ્યો છે, તે ખરેખર વખાણવા લાયક છે. આવનારી પેઢીઓ આ જાંબાઝ સૈનિકો પર ગર્વ કરશે.

(5:58 pm IST)