Gujarati News

Gujarati News

News of Monday, 30th August 2021

ઉત્તર કોરિયાએ ઈંધણ હથિયારનું ઉત્પાદન કરવા માટે ઉપયોગમાં લેવાતા પોતાના મુખ્ય પરમાણુ રિએક્ટરનું સંચાલન ફરીથી શરૂ કર્યુઃ સંયુક્ત રાષ્ટ્ર પરમાણુ એજન્સીના આ ખુલાસા બાદ વિશ્વની ચિંતા વધી

રિએક્ટર પ્લૂટોનિયમનું ઉત્પાદન કરે છે, જે વધારે સમૃદ્ધ યૂરેનિયમની સાથે પરમાણુ હથિયાર બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતા બે મુખ્ય અવયવોમાંથી એક છે

યુનોઃ સંયુક્ત રાષ્ટ્ર પરમાણુ એજન્સીએ કહ્યું છે કે, એવુ પ્રતિત થાય છે કે ઉત્તર કોરિયાએ ઈંધણ હથિયારનું ઉત્પાદન કરવા માટે ઉપયોગમાં લેવાતા પોતાના મુખ્ય પરમાણુ રિએક્ટરનું સંચાલન ફરીથી શરૂ કર્યુ છે. આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સીના વાર્ષિક રિપોર્ટમાં ઉત્તર પ્યોંગયાંગના યોંગબ્યોનમાં ઉત્તર કોરિયાના મુખ્ય પરમાણુ પરિસરમાં પાંચ મેગાવોટના રિએક્ટર અંગે કહેવામાં આવ્યું છે. રિએક્ટર પ્લૂટોનિયમનું ઉત્પાદન કરે છે, જે વધારે સમૃદ્ધ યૂરેનિયમની સાથે પરમાણુ હથિયાર બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતા બે મુખ્ય અવયવોમાંથી એક છે. આ ખુલાસા બાદ વિશ્વની ચિંતા વધી ગઈ છે. આઈએઈએની શુક્રવારની એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે, જુલાઈ 2021ની શરૂઆતથી રિએક્ટરના સંચાલનને અનુરૂપ ઠંડા પાણીના વિસર્જન સહિત અનેક સંકેત મળ્યાં છે. એજન્સીએ કહ્યું, ઉત્તર કોરિયાની પરમાણુ ગતિવિધિઓ ગંભીર ચિંતાનું કારણ બની ગઈ છે. આ સિવાય 5-મેગાવોટ રિએક્ટર અને રેડિયોકેમિકલ પ્રયોગશાળાના સંચાલનના નવા સંકેત ગંભીર ચિંતા ઉભી કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, ઉત્તર કોરિયા પોતાના પરમાણુ બોમ્બના જથ્થાને સતત વધારી રહ્યું છે. અમેરિકન સેનાની એક આંતરિક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે કિમ જોંગ ઉનની સેનાની પાસે 60થી વધુ પરમાણુ બોમ્બ છે. જેના નિશાને અમેરિકા, જાપાન અને દક્ષિણ કોરિયા છે. આ સિવાય ઉત્તર કોરિયાની પાસે વિશ્વમાં ત્રીજુ સૌથી મોટો રાસાયણિક હથિયારોનો જથ્થો છે.

(5:56 pm IST)