Gujarati News

Gujarati News

News of Monday, 30th August 2021

અમેરિકા માથે સંકટ : અત્યંત ખતરનાક વિકરાળ બન્યું હરિકેન આઇડા : મોટી તબાહીની આશંકા

જંગલોની ભીષણ આગ અને વિનાશકારી હીટવેવ બાદ હવે અમેરિકામાં વધુ એક આફતના મંડાણ

નવી દિલ્હી :  જંગલોની ભીષણ આગ અને વિનાશકારી હીટવેવ બાદ હવે અમેરિકામાં વધુ એક આફતના મંડાણ થયા છે. હરિકેન આઇડા મેક્સિકોની ખાડીથી આગળ વધી ગયું છે અને તેના જોખમને જોતા લુઇસિયાનાથી હજારોની સંખ્યામાં લોકો સુરક્ષિત સ્થળે જવા લાગ્યા છે. આઇડાને કેટેગરી ચારનું હરિકેન જાહેર કરવામાં આવ્યું છે.જે સૌથી વધુ ખતરનાક સ્તરથી માત્ર એક લેવલ નીચે છે.

માનવામાં આવી રહ્યું છે કે આ હરિકેન કટરિનાથી પણ વધુ શક્તિશાળી થઇ શકે છે જેને ન્યુ ઓર્લિયન્સમાં 2005માં ભારે તબાહી મચાવી હતી. રાષ્ટ્રપતિ જો બાઇડેનએ ચેતવણી જાહેર કરી છે કે આઇડા અત્યંત અત્યંત ખતરનાક વાવાઝોડામાં ફેરવાઈ રહ્યું છે. તેમણે કહ્યું છે કે સરકાર શક્ય તમામ મદદ પહોંચાડવા માટે તૈયાર છે. અત્યારસુધીનું અનુમાન છે કે આ વાવાઝોડું રવિવાર સાંજ સુધી જમીન સાથે ટકરાશે જેનાથી મોટું નુકશાન થવાની આશંકા છે.

મોટી સંખ્યામાં લોકો પલાયન કરી રહ્યા છે જેને લીધે ટ્રાફિકજામના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. મિસિસિપીના ગવર્નરે સ્ટેટ ઇમર્જન્સીની જાહેરાત કરી છે. એરફોર્સ રિઝર્વ હરિકેન હંટર મુજબ તોફાની પવનની ઝડપ 130 કિલોમીટર પ્રતિકલાક્ની છે. તેના આગળ વધતાની સાથે સાથે ઝડપ પણ વધી શકે છે જેના કારણે મોટી તબાહી થઇ શકે છે.

(4:29 pm IST)