Gujarati News

Gujarati News

News of Monday, 30th August 2021

ટોક્યો પેરાલિમ્પિકમાં ભારત માટે ચાર મેડલ જીતનાર ખેલાડીઓમાંથી ત્રણ ખેલાડીઓ રાજસ્થાનના : ગેહલોત સરકાર વરસી પડી : કરોડોના ઇનામ જાહેર કર્યા

class="copyable-text" data-pre-plain-text="[3:25 pm, 30/08/2021] +91 97254 55555: ">
જયપુર: રાજસ્થાન સરકારે ટોક્યો પેરાલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતવા માટે અવની લેખારાને ૩ કરોડ રૂપિયાનું અનુદાન આપવાની જાહેરાત કરી છે. બીજી બાજુ, ગેહલોત સરકારે દેવેન્દ્ર ઝાઝરીયાને સિલ્વર જીતવા બદલ ૨ કરોડ રૂપિયા અને સુંદર સિંહ ગુર્જરને બ્રોન્ઝ જીતવા બદલ ૧ કરોડ રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરી છે. આજે સોમવારે સવારે ટોક્યો પેરાલિમ્પિક ગેમ્સમાં, ભારતીય ખેલાડીઓ એક પછી એક મેડલ મેળવી રહયા છે. ભારતે એક ગોલ્ડ સહિત કુલ ચાર મેડલ જીત્યા હતા. ખાસ વાત એ છે કે આ ચાર મેડલ વિજેતામાંથી ત્રણ ખેલાડીઓ રાજસ્થાનના છે.
(3:37 pm IST)