Gujarati News

Gujarati News

News of Monday, 30th August 2021

ભારત અને પાકિસ્તાન પોતાના આંતરિક મામલાઓમાં અમારો ઉપયોગ ન કરે: તાલિબાનનું મોટું નિવેદન

ભારત સાથે મિત્રતા કરવા માટે તલપાપડ તાલિબાને કહ્યું - અમે અમારા પડોશી દેશો સાથે સારા સંબંધો ઇચ્છીએ છીએ.

કાબુલ :તાલિબાની નેતા શેર મોહમ્મદ અબ્બાસે ભારત અને પાકિસ્તાનનાં સંબંધોને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેણે એક મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું છે કે ભારત અને પાકિસ્તાન પોતાના આંતરિક મામલાઓમાં અફઘાનિસ્તાનનો ઉપયોગ ન કરે. મહત્વપૂર્ણ છે કે આવું નિવેદન આપનાર શેર મોહમ્મદ તાલિબાનની સરકારમાં વિદેશ મામલાઓને સંભાળી શકે છે, એવામાં આ નિવેદનથી પાકિસ્તાનને જોરદાર ઝટકો લાગશે તે નિશ્ચિત છે કારણ કે હાલમાં જ ઈમરાન ખાનની પાર્ટીની એક મહિલા નેતાએ દાવો કર્યો હતો કે તાલિબાન કાશ્મીર ફતેહ કરીને પાકિસ્તાનને સોંપી દેશે, પાકિસ્તાની નેતાઓનાં સપનાઓને આ જોરદાર ઝટકા સમાન છે. જોકે તાલિબાનને લઈને ભારત અત્યારે વેટ અને વૉચની સ્થિતિમાં છે કારણ કે આતંકવાદીઓ પર ભરોસો મૂકી શકાય તેમ નથી. 

શેર મોહમ્મદ અબ્બાસ સ્ટેનીકજઇએ કહ્યું કે મીડિયામાં જે સમાચાર આવે છે તે ખતોય છે અમે અમારા પડોશી દેશો સાથે સારા સંબંધો ઇચ્છીએ છીએ.

તાલિબાન નેતાએ કહ્યું ભારત અને પાકિસ્તાન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા ભૌગોલિક અને રાજકીય વિવાદ વિશે મને જાણકારી છે પરંતુ તાલિબાનને આશા છે કે બંને દેશો પોતાના આંતરિક મામલાઓમાં અફઘાનિસ્તાનનો ઉપયોગ નહીં કરે. બંને દેશો પાસે લાંબી સરહદ છે અને તે બંને દેશો લડી શકે છે પરંતુ તેમાં અફઘાનિસ્તાનનો ઉપયોગ કરવો જોઈએ નહીં, અમે અમારા દેશની જમીનનો ઉપયોગ કોઈ બીજા દેશને કરવા દઇશું નહીં. 

(3:29 pm IST)