Gujarati News

Gujarati News

News of Monday, 30th August 2021

ભાજપ ચોંક્યું: પૂર્વ મુખ્યમંત્રી યેદિયુરપ્પા સમગ્ર કર્ણાટકનો કરશે પ્રવાસ: શક્તિ પ્રદર્શન? સમાનાંતર નેતૃત્વ બનાવવાનો પ્રયાસ? યેદિયુરપ્પાને તેમના પ્લાનને રદ કરવા માટે પણ સમજાવાશે: રાજનીતિમાં વાપસીના સ્પષ્ટ સંકેત

class="_2jGOb _3HH9A copyable-text" data-pre-plain-text="[2:49 pm, 30/08/2021] +91 97254 55555: ">
બેંગલુરૂ: કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા હવે આખા કર્ણાટકનો પ્રવાસ કરવાની યોજના બનાવી રહ્યા છે. મુખ્યમંત્રી પદેથી હટાવવામાં આવ્યા બાદ પોતાની છબી બચાવવા માટે આવુ કરી રહ્યા છે. જોકે, તેને લઇને ભાજપ સાવધાની રાખી રહી છે. ભાજપનું ટોચનું નેતૃત્વ આ વાતને લઇને ચિતિંત છે કે શું પૂર્વ મુખ્યમંત્રી યેદિયુરપ્પા આવા સમયે સમાનાંતર નેતૃત્વ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે કેમ ? ભાજપના મહાસચિવ અને કર્ણાટકના ઇન્ચાર્જ અરૂણ સિંહ બેંગલુરૂ પહોચવાના છે. તે આ દરમિયાન વિવિધ નેતાઓ અને કેમ્પો સાથે વાતચીત કરશે. અરૂણ સિંહ આ દરમિયાન યેદિયુરપ્પાને તેમના ફરવાના પ્લાનને રદ કરવા માટે પણ સમજાવશે. અરૂણ સિંહે કહ્યુ છે, હું ત્રણ દિવસ માટે કર્ણાટકમાં રહીશ. કેટલાક સંગઠનાત્મક મુદ્દા પર વાત કરવાની સાથે જ વિવિધ મુદ્દા એજન્ડામાં છે. અરૂણ સિંહે કહ્યુ કે ભાજપે યેદિયુરપ્પાની યોજના સાથે કોઇ શંકા નથી. યેદિયુરપ્પા પર પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યુ કે યેદિયુરપ્પા સૌથી અનુભવી નેતા છે. જો તે રાજ્યનો પ્રવાસ કરવા માંગે છે તો તેમને કરવા દો. તેનાથી પાર્ટીને જ ફાયદો થશે. યેદિયુરપ્પાએ ગત મહિને રાજ્યમાં ભાજપ સરકાર દ્વારા અડધો કાર્યકાળ પૂર્ણ કર્યા બાદ સીએમની ખુરશી પરથી રાજીનામુ આપી દીધુ હતુ પરંતુ પૂર્વ સીએમે ગત અઠવાડિયે માલદીવથી પરત ફર્યા બાદ રાજનીતિમાં વાપસીના સ્પષ્ટ સંકેત આપ્યા છે..
(3:02 pm IST)