Gujarati News

Gujarati News

News of Monday, 30th August 2021

પાલિતાણા-બાંદ્રા સાપ્તાહિક વિશેષ ટ્રેન ફરી ચલાવવાનો પશ્ચિમ રેલવેનો નિર્ણય

જૈનોના પવિત્ર સ્થળ પાલિતાણા માટે બાન્દ્રાથી વિશેષ ટ્રેન દોડાવવા મુંબઇના જૈન સમાજની માંગણી બાદ નિર્ણય લેવાયો

મુંબઈ :  પશ્ચિમ રેલવેએ મુસાફરોની સુવિધા અને મુંબઇના જૈન સમાજની માંગને ધ્યાનમાં રાખી માટે પાલિતાણા-બાંદ્રા સાપ્તાહિક વિશેષ ટ્રેન ફરી ચલાવવાનો નિર્ણય કર્યો છે. આ વિશેષ ટ્રેનની વિગતો નીચે મુજબ છે.

ટ્રેન નંબર 09006/09005 પાલિતાણા-બાંદ્રા-પાલિતાણા સ્પેશિયલ ટ્રેન (સાપ્તાહિક)

ટ્રેન નંબર 09006 પાલિતાણા – બાન્દ્રા સુપરફાસ્ટ સાપ્તાહિક સ્પેશિયલ પાલિતાણાથી દર બુધવારે 20.00 કલાકે ઉપડશે અને 01:55 કલાકે અમદાવાદ પહોંચશે અને બીજા દિવસે 09.30 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન 01 સપ્ટેમ્બર 2021 થી આગળની સૂચના સુધી ચાલશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09005 બાંદ્રા – પાલિતાણા સુપરફાસ્ટ સાપ્તાહિક સ્પેશિયલ દર મંગળવારે 16.45 વાગ્યે બાંદ્રા ટર્મિનસથી ઉપડશે અને 00.15 કલાકે અમદાવાદ પહોંચશે અને બીજા દિવસે સવારે 05.50 વાગ્યે પાલિતાણા પહોંચશે. આ ટ્રેન 31 ઓગસ્ટ 2021 થી આગળની સૂચના સુધી ચાલશે.
બંને દિશામાં આ ટ્રેન સિહોર, સોનગઢ, ધોળા, બોટાદ, જોરાવર નગર, અમદાવાદ, વડોદરા, સુરત, વાપી અને બોરીવલી સ્ટેશન પર રોકાશે. આ ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ બેઠક કોચ છે. ટ્રેન નંબર 09005/09006 માટે બુકિંગ 30 ઓગસ્ટ, 2021 થી નિયુક્ત PRS કાઉન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. આ ખાસ ટ્રેનોના ઓપરેટિંગ સમય, સ્ટોપેજ અને રચના સાથે સંબંધિત વિગતવાર માહિતી માટે તમે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકો છો.

(2:59 pm IST)