Gujarati News

Gujarati News

News of Monday, 30th August 2021

ગાડીઓમાં નંબર પ્લેટ અંગે નવા નિયમો :નવા વાહનો માટે ભારત સિરીઝ: 15 સપ્ટેમ્બરથી લાગૂ

BH સિરીઝનો નંબર લીધા બાદ વાહન માલિકોએ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા પર પોતાની ગાડીનું ફરીથી રજિસ્ટ્રેશન કરાવવું નહીં પડે.

નવી દિલ્હી : મોદી સરકારે વાહન માલિકોને મોટી રાહત આપી છે. રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય તરફથી નવા વાહનો માટે ભારત સિરીઝ (BH registration series) ની સૂચના બહાર પાડવામાં આવી છે. BH સિરીઝનો નંબર લીધા બાદ વાહન માલિકોએ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા પર પોતાની ગાડીનું ફરીથી રજિસ્ટ્રેશન કરાવવું નહીં પડે. આ નિયમ 15 સપ્ટેમ્બરથી લાગૂ થશે. મંત્રાલય તરફથી તેના નિયમ અને ફી પણ નિર્ધારિત કરાઈ છે. 

આ સિરીઝ માટે કોણ અપ્લાય કરી શકે, કેટલો ખર્ચો કરવો પડશે,

નવી સિરીઝ માટે કોણ અરજી કરી શકે
રોડ પરિવહન મંત્રાલયના જણાવ્યા મુજબ આ નવી સિરીઝની શરૂઆતમાં આ લોકો પોતાના વાહનો માટે રજિસ્ટ્રેશન કરાવી શકે છે.

1. રક્ષાકર્મીઓના વાહન
2. કેન્દ્ર અને રાજ્ય સરકારોના કર્મચારીઓના વાહન
3. જાહેર ઉપક્રમોના વાહન
4. ખાનગી ક્ષેત્રની કંપનીઓના વાહન
5. સંગઠનોના સ્વામિત્વવાળા ખાનગી વાહનો

જેમની ઓફિસ ચાર કે વધુ રાજ્યોમાં હોય તેમના કર્મચારીઓ પણ અરજી કરી શકે છે. નવી BH સિરીઝ માટે સરકારી અને પ્રાઈવેટ બંને જ સંસ્થાનોના કર્મચારી અરજી કરી શકે છે. 

 

નવી BH સિરીઝ માટે અરજી કરવી જરૂરી નથી, તે લોકોની મરજી પર નિર્ભર રહેશે.

આ લોકોને થશે વધુ ફાયદો
આ નવી BH સિરીઝનો સૌથી વધુ ફાયદો એવા લોકોને થશે જેમની નોકરીમાં વારે ઘડીયે ટ્રાન્સફર થતી રહે છે. નવી બીએચ સિરીઝની શરૂઆત બાદ લોકોએ હવે બીજા રાજ્યોમાં ગયા બાદ વાહનનું ફરીથી રજિસ્ટ્રેશન કરાવવું નહીં પડે. એટલે કે નવી ગાડી તમે હાલ ખરીદો તો તમારે 15 વર્ષનો રોડ ટેક્સ એડવાન્સ જમા કરવાનો રહે છે.

(2:13 pm IST)