Gujarati News

Gujarati News

News of Monday, 30th August 2021

કાબુલમાં ઈસ્લામિક સ્ટેટના આતંકીઓ પર કરાયેલા હુમલાથી તાલિબાનો અમેરિકા ઉપર ગિન્નાયા: અમને જાણ કરવી જોઈતી હતી: તાલિબાનોની સ્પષ્ટ વાત

અમેરિકા દ્વારા કાબુલમાં ઈસ્લામિક સ્ટેટના આતંકીઓ પર કરાયેલા હુમલાથી તાલિબાન ભડકી ગયું છે. તાલિબાને અમેરિકી હુમલાની ટીકા કરતા કહ્યું કે અમેરિકાએ આ કાર્યવાહી અંગે તાલિબાનને જાણકારી આપવી જોઈતી હતી.  કાબુલ એરપોર્ટ પર થયેલા ધડાકા બાદથી અમેરિકા આઈએસઆઈએસ ને નિશાન બનાવી રહ્યું છે. સોમવારે કાબુલમાં અનેક જગ્યાએ અમેરિકાએ એર સ્ટ્રાઈક કરી રોકેટો દાગ્યા હતા. આ અગાઉ રવિવારે યુએસે વિસ્ફટકો લાદેલા વાહન પર ડ્રોન હુમલો કર્યો. અમેરિકાનું કહેવું છે કે આત્મઘાતી ટુકડી કાબુલ એરપોર્ટ પર એટેક કરવા જઈ રહી હતી. અમેરિકાના આ હુમલામાં કેટલાક બાળકો સહિત ૧૦ લોકો માર્યા ગયાના પ્રાથમિક અહેવાલો ટોલોન્યુઝએ આપ્યા છે. આ ઘટના અંગે તાલિબાનો અમેરિકા ઉપર ગિન્નાયા છે.

(1:53 pm IST)