Gujarati News

Gujarati News

News of Monday, 30th August 2021

રાષ્ટ્રપતિ કોવિંદ અને પીએમ મોદીએ દેશવાસીઓને શુભકામના પાઠવી

આજે દેશમાં જન્માષ્ટમી મનાવવામાં આવી રહી છે. મથુરા સહિત દેશના કૃષ્ણ મંદિરોમાં આજે સવારથી જ 'હરે રામા હરે કૃષ્ણા'ના જયકારા ગુંજી રહ્યા છે. જો કે કોરોના સંકટના કારણે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ પર ભવ્ય કાર્યક્રમ નથી થઈ રહ્યા પરંતુ આજના આ પાવન પર્વ પર દેશભર અને દુનિયાના શ્રીકૃષ્ણ મંદિરોને સુંદર રીતે સજાવવામાં આવ્યા છે.         

આ શુભ અવસર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને શુભકામનાઓ આપી છે. પીએમ મોદીએ ટ્વિટર પર લખ્યુ છે, 'સૌ દેશવાસીઓને જન્માષ્ટમીના પાવન પર્વની ખૂબ-ખૂબ શુભકામનાઓ. જય શ્રીકૃષ્ણ!'

મહામહિમ રામનાથ કોવિંદે પણ દેશવાસીઓને જન્માષ્ટમીની શુભકામનાઓ આપી છે. તેમણે ટ્વિટર પર લખ્યુ, 'જન્માષ્ટમીના શુભ અવસર પર સૌ દેશવાસીઓને હાર્દિક શુભકામનાઓ. આ પર્વ ભગવાન શ્રીકૃષ્ણના જીવન-ચરિત વિશે જાણવા અને તેમના સંદેશો પ્રત્યે સ્વયંને સમર્પિત કરવાનો અવસર છે. મારી કામના છે કે આ તહેવાર બધાના જીવનમાં સુખ, સ્વાસ્થ્ય અને સમૃદ્ધિનો સંચાર કરે.'

(12:44 pm IST)