Gujarati News

Gujarati News

News of Monday, 30th August 2021

જમ્મુ કાશ્મીરની પૂંચ સરહદે ઘુસણખોરી કરતા આતંકીઓને તગેડી મૂક્યા: એક આતંકી ઠાર મરાયો: હજુ કોઈ છુપાયો હોય તો ફૂંકી મારવા સર્ચ ઓપરેશન ચાલુ

શ્રીનગર: પૂંચ સરહદે  ઘૂસણખોરીનો આતંકવાદીઓનો પ્રયાસ નિષ્ફળ ગયો છે. એક આતંકવાદી માર્યો ગયો.
પૂંછમાં ઘૂસણખોરીની કોશિશ નિષ્ફળ ગઈ. આતંકવાદી માર્યા ગયા બાદ સેના અને પોલીસ દ્વારા વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.  લશ્કરી અધિકારીઓએ કહ્યું કે જે કોઈ આતંકવાદી આ વિસ્તારમાં છુપાયેલો હશે  તે પણ ખૂબ જ જલ્દી માર્યો જશે.
સુરક્ષા દળોએ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદને પ્રોત્સાહન આપવાના આશયથી પૂંચ જિલ્લામાં નિયંત્રણ રેખા પરથી ભારતીય વિસ્તારમાં ઘૂસણખોરી કરતા આતંકવાદીઓના વધુ એક પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો.  એટલું જ નહીં, આ દરમિયાન ભારતીય સરહદમાં ઘૂસેલા એક આતંકવાદીને મારી નાખવામાં આવ્યો છે.  સુરક્ષા દળોના ફાયરિંગ બાદ બાકીના આતંકીઓ પાકિસ્તાન તરફ પાછા ભાગી ગયા હતા.

(12:44 pm IST)