Gujarati News

Gujarati News

News of Monday, 30th August 2021

મુસાફરોને આકર્ષવા irctcની અનોખી સ્કીમ : ચાલુ ટ્રેનમાં બર્થ ડે ઉજવણી કરી શકશો :લકી ડ્રો મારફત ગિફ્ટ આપશે

નવી દિલ્હી :બર્થ-ડે પાર્ટી ઉજવવાનું ઘર, હોટેલ, કોઈ ટુર પ્લેસ કે અન્ય કોઈ જગ્યા સાથે હવે ચાલુ ટ્રેનમાં બર્થ ડે સેલિબ્રેશન કરી શકો છો. માનવામાં નહિ આવે પણ વાત સાચી છે. સાથે જ મુસાફરોને લકી ડ્રો મારફતે ગિફ્ટ આપવાની પણ શરૂઆત irctc એ કરી છે.ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે.

Irctc એ 6 ઓગસ્ટથી તેજસ ટ્રેન ફરી દોડાવી છે. જેની સાથે irctc દ્વારા આ પ્રયોગ શરૂ કરાયો છે. જેમાં જે મુસાફર irctc ની ફ્લેગશીપ તેજસ ટ્રેનમાં ટીકીટ બુક કરશે તેનો irctc બર્થ ડે ચાલુ ટ્રેનમાં ઉજવશે.

મહત્વનું છે કે જ્યારે મુસાફર ટીકીટ બુક કરે છે. ત્યારે મુસાફરોની જન્મ તારીખ સહિત તમામ વિગત irctc ને મળે છે. અને તે મુજબ જન્મ દિનની ઉજવણી ચાલુ ટ્રેનમાં કરવામાં આવે છે. જેમાં મુસાફરોને પણ ખ્યાલ નથી હોતો કે તેનો બર્થ ડે ઉજવશે. જેનું આયોજન irctc અગાઉથી જ બર્થ ડે તારીખ જોઈને કરી લે છે. કેમ કે irctc કેક સહિત ગિફ્ટ આપવા સુધીની વ્યવસ્થા કરતું હોય છે.

કેટલાક સંજોગોમાં એવું પણ બને કે ટીકીટ બુક કરાવનાર અને મુસાફર અલગ વ્યક્તિ હોય તો તેમાં બર્થ ડે નો ખ્યાલ ન આવે તો તેવા મુસાફર અગાઉથી irctc ને જાણ કરે તો તે પ્રકારે વ્યવસ્થા કરી બર્થ ડે ઉજવી શકશે.

મહત્વનું છે કે આ irctc નો નવો પ્રયોગ કહો કે પછી મુસાફરોને આકર્ષવાનો નુસખો ગણો. પણ ક્યારે આ પ્રકારે ચાલુ ટ્રેનમાં જન્મદિવસની ઉજવણી થાય ત્યારે તે વ્યક્તિનો ખુશીનો પાર રહેતો નથી. અને તેમાં ટ્રેનના તમામ મુસાફર પણ તે ક્ષણના સહભાગી બને છે. જે ખુશી વધારે છે. તેમજ irctc ની સુવિધા સામે પણ લોકોનો વિશ્વાસ વધે છે.

હાલમાં 6 ઓગસ્ટ બાદ તેજસ ટ્રેન શરૂ થતાં આ પ્રયોગની શરૂઆત કરાઈ છે. જેમાં વિવિધ લોકોના જન્મ દિવસ irctcએ મનાવ્યાં છે. જેમના માટે તે ક્ષણ ન ભુલાય તેવી યાદગાર ક્ષણ બની ગઇ છે.

સાથે જ irctc એ મુસાફરોને આકર્ષવા માટે એક લકી ડ્રો સિસ્ટમ શરૂ કરી છે. જેમાં irctc મુસાફરોનું લિસ્ટ બનાવી લકી ડ્રો નક્કી કરશે જેમાં તેઓને irctc કોઈને કોઈ સારી ગિફ્ટ આપશે. જેથી મુસાફરો તેજસ ટ્રેન અને irctc ની વ્યવસ્થા તરફ આકર્ષાય. તેમજ irctcની સુવિધા સામે મુસાફરોનો વિશ્વાસ વધુ મજબૂત બને.

(12:25 pm IST)